________________
પ્રકરણ ૧૬મું
અંક ૪ અને અંક ૮
આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે અંક ૪ અને અંક ૮ અશુભ કે અપશુકનિયાળ મનાય છે. તથા આ જન્માંકવાળા લોકોને દૈવના હાથે ઘણું સહન કરવું પડે છે. અંક “જને પ્રતીક ગ્રહ યુરેનસ છે, જ્યારે અંક “૮”ને પ્રતીક ગ્રહ શનિ છે. શનિ ભાગ્યને ગ્રહ મનાય છે. તેને ચારિત્રનું નિયામકચક્ર (Balance wheel of character) પણ કહે છે. એલન લીઓના મત પ્રમાણે તે “ કસોટી કરનાર ” “Tester ” અને “લલચાવનાર” “Tempter" ગ્રહ છે. કીરો બંને જન્માંકવાળા લોકોને “ભાગ્યનાં સંતાનો ” કહે છે, કારણ કે તેમના જીવનમાં ઘણી વાર દુઃખ, શેક, ચિંતા તથા નિરાશાજનક બનાવે આવ્યા કરે અંક ૪ અને અંક ૮ પરસ્પર આકર્ષાય છે. જન્માંક ૪ વાળા લોકોના જીવનમાં અંક ૮ અને જન્માંક ૮ વાળા લોકોના જીવનમાં અંક ૪ વારંવાર અગત્યના પ્રસંગે કે આના માટે દેખા દે છે. જન્માંક ૪ વાળા લોકો વિચક્ષણ, વિચિત્ર, ક્રાંતિકારી તથા બંડખોર હોય છે. આ લેકોના સ્વભાવ વગેરે માટે વિશેષ માહિતી તેમને પ્રકરણ છઠ્ઠામાંથી મળી રહેશે
પણ અંક ૮ વિષે આપણે વધુ વિચાર કરીશું. ઘણા જના સમયથી આ અંક પૂર્વનિશ્ચિત અને અનિવાર્ય ભાગ્યને દ્યોતક મનાય છે. એક દષ્ટિએ તે કાતિ, વિપ્લવ,