________________
કોઈ હથળના નામાંકના આંદોલનો સાથે સંવાદી ન હોય, આવા કિસ્સાઓમાં વ્યક્તિના નામ વગેરેમાં ફેરફાર કરીને તેના નામાંકને બીજાના નામાંક સાથે સંવાદી બનાવી શકીએ છીએ, આ માટેની રીત આપણે આગળના પ્રકરણમાં જોઈશું.
'પશ્ચિમમાં કીરો, માઝ, સફારીઅલ, ડોકટર કેસ, જેમ્સ લી વગેરે અંકશાસ્ત્રીઓ (Numerologists) એ અનેક પદ્ધતિઓ અપનાવી છે, પણ બધી જ પદ્ધતિઓમાં આપણે ઊંડા ઊતરી શકીશું નહીં. મોટે ભાગે તે કીરો અને મોન્ટાઝની પદ્ધતિને અનુસરી શું, આ પદ્ધતિ મને અનુભવે ઉત્તમ લાગી છે. એમ મનાય છે કે ખાડિયાએ આ પદ્ધતિ શરૂ કરી અને હિબ્રૂઓએ તેમની પાસેથી આ વિદ્યા શીખી લીધી હતી. હિબ્રમાંથી અંગ્રેજીમાં કરેલું ભાષાંતર દરેકે યાદ રાખવું જરૂરી છે સાથે સાથે ગુજરાતી નામને અંગ્રેજીમાં લખતાં પણ શીખી લેવાની જરૂર છે. તેમાં દરેક અંગ્રેજી અક્ષરને અંકમાં કીમત આપવામાં આવે છે. અને દરેક અંકનો ખાસ ગૂઢાર્થ હોય છે એમ માનવામાં આવે છે.
A 1 N 5
B 2 O 7
C 3 P 8
D 4 Q 1
E 5 R 2
F 6 S 3
G 3 T 4
H 5 U 6
I 1 V 6
J 1
W 6
K 2
X 5
L 3
Y 1
M 4 Z 1
અથવા યાદ રાખવા માટે તેમને નીચે પ્રમાણે પણ લખી શકાય.