________________
( ૯૩ )
અગર ખીન્ને કોઈ પણ સમર્થ થતાર નથી. એ સ્ત્રી શરીરે એવી સુંદર છે કે, તેને ખીજી કોઇ ઉપમા દેવાય નહી. તેના રૂપના જેવુ ખીજી કોઇ સીનુ રૂપ નથી. નાગ કગ્યાઓમાં એવી રૂપવાન નથી- ગાંધર્વની કન્યામાં પણ એની ખરાખરી કરનારી કોઇ મળશે નહી. તો પછી મનુષ્યની સ્રી તે તેની આગળ શા હિસાખમાં ? સીતાના યથાસ્થિત રૂપને ધારણ કરવાને દેવ પણ સમર્થ ન થાય, તેના વેષ લેવાને દેવાના નટોની શું ખિશાદ છે ? સાક્ષાત બ્રહ્મદેવ, પણ તેનુ રૂપ લેવાને સમર્થ થનાર નથી, તેની આકૃતીમાં. તે ના વચનામાં, તથા તેના કંઠમાં જે મધુરતા છે અને તેના હાથ તથા પગમાં જે રકતતા છે, તેની એક જીઢીજ તરા છે. ધણુ તો શું પણ તેનુ સ્વભાવિક રૂપ લખાને અથવા ખેાલવાને હું સમર્થ થનાર નથી, પરમાર્થપણે કહ્યું છે કે, એ કન્યા આ ભામડલને યોગ્ય છે. એવા મનમાં વિચાર કરીને મારી બુદ્ધિએ કરીને તેને આ ચિત્રપટ ઉપર મેં લખી ખતાવી. એવાં નારદનાં વ ચન સાંભળીને ચંદ્રગતિ રાજા પુત્રને કહે છે કે હે પુત્ર, એ તારી સ્રી થશે. તું મનમાં ચિંતા કર નહી, એવી રીતે તેનુ સમાધાન કરીને નારદ મુનિ ને વિદાય કર્યા. પછી ચપલગતિ નામના વિદ્યાધરને આજ્ઞા કરી કે, તુ જલદી જઇને જનક રાજાને હરણ કરી આંઇ લઇ આવ. એવી રાજાની રજા થતાંજ તે વિદ્યાધર રાતના ત્યાં જઈ કોઈને સમજવા ન દેતાં જનક રાજાનુ હરણ કરીને શ્વેતાના રાજાને આવી સાંપ્યા. તેને જોઇને ચદ્રગતી રાજા ભાઇ ની પડે સ્નૂઝુ વડે આલિંગન કરીને આસન ઉપર બેસાડી પ્રેમ સહિત તેની સાથે ભાણ કરવા લાગ્યા. હે જનક રાજા લોકોત્તર ગુણાવળી જે તારી સીતા નામની કન્યા તે આ રૂપ સંપત્તિવાન મારા ભામડલ નામના પુત્રને દેવા ચેગ્ય છે. એ સબંધ વડે આપણ બેઉ મિત્રભાવ થશે. એવુ તે રાજા તુ ખેાલવું સાંભળીને જનક રાજા કહેવા લાગ્યા કે, મારી કન્યા મેં રામને દીધી છે. તે કેમ ખીન્નને આપું? કન્યા તા એકજ વખત દેવાય છે, ચંદ્ર ગતિ ખાલ્યા હૈ જતક, સ્નેહ વધારવા સારૂ તને આંઇ લાવીને મેં કન્યા વિ જે યાચના કરી તેને હેરણ કરવાને હું પણ સમર્થ છું. જો પણ તે કન્યા તે રામને દીધી છે, તે પણ અમને ત્યા શિવાય ૨ામ તેને વરવાને સમર્થ થનાર નથી, અને હજારા યક્ષાએ જેવુ રક્ષણ કરેલ છે, એવા મહા તે જસ્વી વનરાવર્ત, તથા અર્ણવાવર્ત, એ નામના બે ધનુષ્ય દેવતાની આજ્ઞાથી અમારા ઘેર જે છે, તે હમણાં કુલ દેવતાની પદ્મ પુજાય છે, તે તુ લે. તે