________________
( ૩૩ )
સી દેખાઇ, પછી પોતાના બે હાથ ઊંચા કરીને તેને ધર્મલાભ રૂપ - શીશ દીધી. ત્યારે વસતતિલકાએ ભતિ સહિત તમકાર કરીને પ્રથમથી તે છેવટ સુધીના અજતાસુંદરીના વૃત્તાંત તેને કહી સંભળાવ્યા, ને પુછ્યું કે, આના ગર્ભમાં કોણ આવ્યું છે? આ સુંદરીની આવી અવસ્થા થવાનુ કારણ શુ? એ કયાં કર્મથી આવી દુ:ખી થઇ છે? ત્યારે મુનિ તેને કહેવા લાગ્યા. આ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં એક મદર નામના નગરમાં પ્રીયન દી નામના એક વાણી હતા. તેની જયા નામની સીને પેટે એક પ્રિયદમ નામના પુત્ર થયેા સર્વ ઈંદ્રીઓ જેણે છતી હતી, એવા તે પ્રિયદમ એક ટ્વિ વશ કીડા કરવા સારૂ એક વનમા ગયા. ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં બેઠેલા નિ મૂળ બુદ્ધિના કેટલાએક સાધુ તેણે દીઠા. તેમની પાસે જઇને ધર્મ દેશના સાંભળી ભાવ ઉત્પન થએથી સમ્યકત્વાદિક ગુણાને ધારણ કરીને પ્રિયૠમે તેને યથેાચિત નિદાન આપ્યું. પછી તે સંયમી થયા થકો કાળે કરી કાળ કરીને ઇશાન દેવલોકમાં પરમ સમત્તિવાન એક દેવ થયેા. સમયના યેાગે ત્યાં થી ચવીને આ જંબુદ્રીપમાં મૃગાંક નામના નગરના હરિશ્ચંદ્ર રાજાની સ્ત્રી પ્રિય ગુલક્ષ્માને પેટે સિચદ્ર નામના પુત્ર થયે. તે ભવમાં જૈન ધર્મ પામીને ક્રમે કરી મરીને એક મહરદ્ધિક દેવ થયેા. ત્યાંથી ચવીને વૈતાઢય પર્વત ઉપર અણુ નામના નગરમાં સુઠ રાજાની સ્રી કનકોદરીને પેટે સહવાહન નામના પુત્ર થયા. તેણે કેટલાએક કાળ રાજ્ય કરીને શ્રી વિમળનાથ તિર્થં કરના તિર્થમાં એક લક્ષ્મીધર નામના મુનિની પાસે દિક્ષા લીધી. તે ભવમાં દુષ્કર તપ કરી મુવા પછી લાંતક નામના દેવલાકમાં એક દેવ થયા. ત્યાંથી ચવીને આ તારી સખી અંજનાના ઉદરમાં આવ્યા છે. એ ખાળક ગુણના ભંડાર છે, સર્વ વિદ્યાધરાના સ્વામી, મેાક્ષગામી, તથા સર્વ પાપ રહિત છે.
તથા કનકપુર નગરના સ્વામી કનકરથ નામના રાજા મહારથીઓમાં શિ।મણિ એવા થયા. તેની બે સ્રીઓ હતી. એકનું નામ કનકેાદરી, તથા ખીજીનુ નામ લક્ષ્મીવતી, તે લક્ષ્મિવતી મહા શ્રાવિકા થઇ. તે પેાતાના ઘર માં રત્નના જિનબિંબને સ્થાપીને તેનું સવારના તથા સાંજના પુજન કરીને તમરકાર તથા વંદના કરતી હતી. તેની કનકાદરી શાયે દ્વેષ બુદ્ધિએ કરી કોઇને ન કળતાં એક અર્હુત પ્રતિમાને અપવિત્ર કચરામાં જઇ દાટી મુકી, એટલામાં એક જયશ્રી નામની સાધવી ફરતાં ફરતાં ત્યાં આવી પહેાતાં, તેણે એ કર્મ જોઇને કનકાદરીના ધિક્કાર કરો. તે તે કહેવા લાગી કે, આ તે