________________
***
*
*
*
**
નામનો મંત્રી રાજાને કહેવા લાગ્યો. હે રાજા, સાસુ થકી દુખીત થએલી કન્યાને પિતાના ઘેર શિવાય બીજું કોઇપણ શરણ નથી. એની સાસુ કેતુમતી ઘણું ખરાખ છે, એ બિચારી નિરપ્રાધી છતાં કાંઈપણુ અપ્રાધ કરવાનો આરોપ કરીને એને કહાડી મુકી જણાય છે, જ્યાં સુધી એના દોષની બરાબર ખબર ન પડે, ત્યાં સુધી એને છાની રીતે આપણા ઘરમાં રાખવી જોઈએ. એવું પોતાના મંત્રીનું બેલવું સાંભળીને રાજ બેલ્યો. હે મંત્રી, તારી વાત સાચી છે, ઠેકાણે ઠેકાણે સાસુઓ તો એવીજ હોય છે, તો પણ આ કન્યાના ચિન્હો ઉપરથી જણાય છે કે, એનીજ તકશીર હોવી જોઈએ. હમણું જે એને હું મારા ઘરમાં રાખી લઈશ તો એનો પતિ પવનજય પણ ઘણા કંકાશ કરશે. એના પતિ પાસેથી જ એણે ગર્ભ ધારણ કરે છે, એવું શા ઉપરથી જાણીએ ? માટે મારા ધારયા મેળે એ કન્યા સવેથા તકશીરવાળી છે કેમકે, તે વિના સાસુ વહુને કહાડી મુકે નહી, વાસ્તે આઇથી પણ એને જલદી કાહાડી મુકવી જોઈએ ઘણું દુઃખ જેવા કરતાં એકજ દુઃખ જોઈએ તે સારું છે. ત્યારે તે દ્વારપાલોએ રાજાના કહ્યા પ્રમાણે અંજનાને ત્યાંથી કહાડી મુકી. એ પ્રસંગે તે બિચારી નિરપ્રાધી અબળાને જે દુઃખ થયું તે જોઈને તે નગરના લોકોને એવી કરૂણ આવી કે તે પોકે પિક રડવા લાગ્યા. એ ઉપરથી અંજનાસુંદરીના સંતાપના માપનો અનુભવ બુદ્ધિમાને કરી લેવો. તે જે વખતે રસ્તેથી ચાલવા લાગી તે વખતની સ્થિતિની રીતિ જોઈને લોકો કર્મની નીતિને યાદ ક૨વા લાગ્યા. ચિત્ત જેનું ડોળાઈ ગયું, ભુખ અને પ્યાસાએ જે લેવાઈ ગઈ છે, થાકી ગયાથી જે પાકી દીન જણાય છે, નાશામાંથી મોટા મોટા સ્વાસ સ્વાસ નાખે છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યાં છે. પગમાં કાંટા વાગ્યાથી લોહીની ધાર વહે છે, ચાલતી વખતે પગલે પગલે અટકી જાય છે. તથા દરેક ઝાડની નીચે વીસામે ખાય છે, એવી દશાથી સખી સહીત અંજનાને પગે ચાલતી જોઈને જાણે દશોદિશા રડતી હોયની ! જે જે ગામમાં જાય છે તે ગામમાંથી રાજના સિપાઈઓ તેને કહાડી મુકે, તે વખતે તેને એવું લાગ્યું કે આ પૃથ્વી ઉપર મને રહેવાને ઠેકાણું કઈ પણ નથી. પછી એક મહા ભયંકર વનમાં તે ગઈ. ત્યાં એક પર્વત ઉપર ઝાડની નીચે બેસીને મોટા વિલાવ કરવા લાગી. હે મારા કર્મ, તારી મેં આટલી બધી શું તકશીર કરી હતી? કે જેથી તું આજ શતરૂ થઈ ઉ છું? એ મારા માતા પિતા! તમે
*
****
*
-
-
-