________________
'
( ૩ ) કહેવા લાગી. હો રાજ મને પુત્રભિક્ષા આપ, પુત્ર વિના બધુ શુન્ય છે. ધ ] ન, ધાન્ય તથા પુસ્તકો વગેરેને પુત્ર વિના શુ કરાય ? તે સાંભળીને વસુ કહે. વા લાગ્યું કે હે માતાજી એ પર્વત મને પાલન તથા પુજા કરવા યોગ્ય છે. કેમકે ગુરૂપુત્રની પાસે ગુરૂની પેઠે વરતવું એવી ભ્રાંતિ છે? તેને કોણે પીડા દીધી છે? કોને મત્યુ આવ્યો છે? હે જનની મારા ભાઈને કોણ મારનાર છે? ને તેને શું દુ:ખ છે ? તે કહે. ત્યારે તેણે નારદનું આવવું, પ્રસંગે તેનું ભાષણ થવું, અજ શબ્દના અર્થ વિશે વાદ, તે વિશે બેઉએ પણનું કરવું, તથા તે બાબત રાજાનું સાક્ષી રહેવું. ઈત્યાદિક સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. પછી દીનતાથી કહેવા લાગી કે હે રાજા અજ શબ્દનો અર્થ તને બકરો કહેવો જોઈએ, તે વિના મારા પુત્રને મહા દુઃખ થનાર છે. કહ્યું છે કે જે મોટા પુરૂષ છે તે પરોપકાર અર્થે પોતાના પ્રાણ પણ દે છે તો વાણી તે શા હિસાબમાં છે?” ત્યારે વસુ રાજા કહેવા લાગ્યા, હે માતાજી હું ખોટું કેમ બેલું? કહ્યું છે કે “પ્રાણ જાય તો પણ સત્યવતા પુરૂષોના મુખમાંથી અને સત્ય બોલાતું નથીવળી કહ્યું છે કે “હરેક પુરૂષે કદી પણ જૂઠું બોલવું નહી” ઈત્યાદિક વાકાને તથા ધર્મને બાધિત એવા એ કામ સિવાય બીજુ જે કહેશે તે હું કબુલ કરીશ. હું માતુશ્રી ગુરૂની વાણી અન્યથા કરવાથી માં હા પાપ લાગે છે, તે પછી ખાટી સાક્ષી પુરસ્યાથી જે થાય તેનું શું પુછવું. તથાપિ પુત્રનું વાક્ય સાચું કર. એવું તેનું ક્રોધે ભરેલું બોલવું સાંભળીને તેણે કબુલ કરયું. પછી તે ક્ષીરદંબકની સ્ત્રી મનમાં રાજી થઈને પિતાના ઘેર ગ '
: જે દીવસે હું તથા પર્વત બેઉ મળીને વસુ રાજાની સભામાં ગયા. ત્યાં ને ગુણશાલી, હંસ જેમ પોતાની ચાંચ વડે ખીર તથા નીરને જુદાં કરે છે, તેને પોતાની બુદ્ધિ વડે સારને અસારનું વિવેચન કરવા વાળા મહા સભ્ય ૫ બેઠેલા હતા. અને જેમ નક્ષત્ર ગણમાં ચંદ્રમા શેભે, તેમ અધર રહેલી સ્ફટિક શિલા ઉપર બેઠેલો રાજા વસુ શોભતો હતો. તેવા પ્રસંગે અતિ, ઉમંગે બેઉ સંગે જઈને તે સભામાં. અમારી સર્વ વાત સંભળાવીને કહ્યું કે, અમારા ગુરૂએ કહેલા અજ શબ્દના અર્થ વિશે અમારો વાદ થયો છે, તેનો ન્યાય કરાવવા સારૂ અમે અહીં આવ્યા છીએ. હે
રાજ તું સત્યવાદી છે, માટે બરાબર ઈનસાફ કરીશ એમ અમે પાકું સ. Iીમજીએ છીએ., પૂથ્વી તથા આકાશની વચ્ચે જેમ સુર્યની સાક્ષી છે, તેમ આ