________________
- -
- -
' (૧૯૪) રેપ કરેલો દોષ લોકોને કહેવા લાગી. તે વાત કોઈએક વખતે રામના કાને પડી. તે મનનાં ન લાવતાં સીતાને રામ કહેવા લાગ્યો કે હે પ્રિય સી આ ગર્ભના યોગે તારૂ શરીર સુકાઈ ગયું છે, તેને આનંદ કરવા સારૂ હમણાં વસંતરિતુ રૂપ લક્ષ્મી આવીને ક્રિડા કરવાની સુચના કરે છે. અને ગર્ભવાળી સીના મનોરથે કરી બકુલ નામના વૃક્ષને ફુલો આવ્યાં છે, માટે આ સમયે ક્રિડા કરવા સારૂ આપણુ મહેંદ્ર ઉદ્યાનમાં જઈએ. ત્યારે સીતા બોલી કે મા રો મનોરથ દેવતાની પુજા કરવાના થયા છે. તેને ઉદ્યાનમાંના સુગંધી ફૂલો વડે પુરો કરે. એવું સાંભળીને તે જ વખતે દેવોની પુજા કરાવીને તથા સીતાને સાથે લઈને રામ મહેદ્રઘાનમાં આવ્યો. ત્યાં નગરના લોકો વસંત ના ઉત્સવ કરી રહ્યા છે તે જોવા લાગ્યા. એટલામાં સીતાની જમણી આં ખ ફરકવા લાગી, તેથી તેના મનમાં શંકા આવી. ત્યારે તે વાત રામને ક હી. રામે સાંભળીને કહ્યું કે એ ચિન્હ સારૂ નથી. સીતા બેલી મારા રાક્ષદ્વીપના વાસથી શું વિધાતા રાજી થયો નથી કે હે પ્રાણપતિ રામ, તારા વિયોગના દુઃખથી બીજુ અષિક દુઃખ દેવાની વિધાતાને ઈચ્છા છે કે શું? આ નિમિત અન્યથા થનાર નથી. ત્યારે રામ કહે છે કે હે દેવી તું ખેદ કર નહીં, જે થવાનું હશે તે થશે, સુખ અને દુઃખ એ કર્માધીન છે, માટે જ ૩ર ભોગવવાં જોઈએ. હવે ઘેર જઈ દેવની પુજા કર, અને સુપાત્રને દાન આપ, કહ્યું છે કે “દુઃખના વખતે ધર્મની શરણ છે પછી ઘેર જઈ મેટા ભાવથી અહંતની પુજા કરીને તેણે સારા પાત્રને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં,
કોઈએક સમયે વિજય, સુરદેવ, મધુમાન, પિંગલ, શુલધર, કાલ, લેમ અને કાશ્યપ એ આઠ અધિકારીઓ આવી રામને નમસ્કાર કરીને ઉભા રહ્યા, પરંતુ તેનાથી રામની સામે કંઈ પણ બોલાયું નહી, કેમકે તેઓ નાથી રાજ તેજ સહન થયું નહીં. ત્યારે તેને રામ કહેવા લાગ્યો કે હું અને ધિકારી પુરૂષો તમે એકાંત હિત કહેનારા છે તેથી હું તમને અભય આપુછું જે તમારા મનમાં હેય તે માહારી પાસે કહે. એવું રામનું બોલવું સાંભળીને તથા સમય જાણીને તેમને વિષે નામ અધિકારી હાથ જોડી ને કેહેવા લાગ્યો. આજે અમારે વિજ્ઞાપના કરવાની જરૂર પડી છે, તેમ ન કરવાથી અમે તમારા અપરાધી ઠરીએ છીએ. માટે દુસહ છતાં કેહેવું પડે છે,
તમારી પ્રાણપ્રિય પત્નિ સીતાની ઉપર લોકો માટે દુર્ઘટ અપવાદ રાખે છે. છે તેને આપ બુદ્ધિમાન પુરૂષે વિચાર કરી લેવો. જે ગ્રહણ કરવા યોગ્ય હોય છે