________________
( ૮ )
જાય છે.” તે સાંભળીને તથા પોતાની કન્યા ઉપર કરૂણા બુદ્ધિએ કરીને, પેાતાનાં સૈન્ય સહિત પુષ્પાતર રાજા પુત્રી વાળવા દાડયા. આંઇ શ્રીકંઠ ૫દમાને લઇને ઘણા ઉતાવળા નાશીને કીર્તી ધવલ રાજાની સરણે આવ્યો. ને પદમાના હરણ કરવાની સર્વ વાત તેને સાંભળવાવી પાછળતી પુષ્પોત્તર રાજા પણ જેમ કલ્પાંત સમુદ્ર પાણીથી દશે દિશા ભરી ચુકે છે, તેમ ત્યાં આવીને પોતાની સૈન્યવડે તેણે ત્યાંની દશે દિશા ધેરી લીધી. એ વાત કીર્તીધવલે સાંભળીને પોતાના જાશુદદ્દારા તેને કહેવરાવ્યુ કે, હે પુષ્પાત્તર ૨ાજા કંઇપણ વિચાર કરચા વના તુ લડાઇ કરવાને તત્પર થયો, તેથી તારી એ મેહેનત નિષ્ફળ છે, કેમકે છેકરીને કોઇ પુરૂષને આપ્યા વના છુટકોજ નહીં, તેથી તને પણ એમ કરવુ પડયુ હતજ; ત્યારે તારી કન્યા પોતાની રાજી ખુશીથી શ્રીકંઠને પરણી તેમાં અપરાધ શાના? એમાં કાંઇ અપરાધ નથી. માટે એટલા સારૂ પરસ્પર દ્વેષથી વઢી મરવુ એ બેઉને લાયક નથી તારે તા. પોતાની કન્યાનુ મત જાણીને તેને પરણાવી દેવી એ સઉથી સારૂ છે. પદ્માએ પણ દાશીદ્વારા પોતાના બાપને કહી ચુક્યુ કે, હું મારી રાજી ખુશીથી શ્રીકંઠને વર્ષી છું. મને એણે હરણ કરી નથી એમ સાંભળીને પુષ્પાત્તરને ગુસ્સા ઉતરી ગયા. કહ્યું છે કે “વિચારવાળામાણસના ક્રોધ જલદી જતા રહે છે, પછી મેાટા આનંદે શ્રીક સાથે પદ્મમાના વિવાહ કરીને પુપાત્તર પાતાના નગરમાં ગયા.
એ બધું જોઇને કીર્તીધવલે શ્રીકંઠને કહ્યું કે વૈતાઢય પર્વત ઉપર તારા ઘણા વેરી છે. તેથી તુ અહીંમાંજ રહે, અથવા આ રાક્ષસ દ્વીપની પાસે આથમણી દિશામાં ત્રણસે યેાજનના પ્રમાણના વાનર નામના મારા દ્વીપ છે તેમજ ખખ્ખર કુલ, તથા સહલદ્વીપ પ્રમુખ ખીજા પણ મારા દ્વીપો છે, તે જાણે સ્વર્ગમાંથીજ કટકા પડયા હોયની ! એવા રળીયામણા છે. તેમાંના ગમે તે દ્વીપમાં રાજધાની કરીને મારા નજીક તું રહે. જો પણ મારી સહાયતા છતાં વૈરીના ખીક તને જરા પણ નથી, તેપણ તું દુર ગયાથી આપણા વિયોગ થશે; માટે તને આંઇજ રહેવુ તે મને સારૂ લાગે છે. એમ સાંભળી ને મારા ઉપર કીર્તીધવલની ઘણી પ્રીતિ છે, એવા વિચાર કરીને શ્રાૐ વાનરદ્વીપમાં રહેવાની મરજી કરી. તે કીર્તીધવલે માન્ય કરીને ત્યાં કિર્સ્કિધાં નામની નગરી વસાવી રાજ્યની સ્થાપના કરી, તે ઉપર શ્રીકંઠને બેસાડીને તેને આખા વાનરદ્વીપના અધિપતી કર્યાં. કિસ્મિધ પર્વત ઉપર વિચરતાં મોટા શરીરાવાળા મનોહર ફળને ખાનારા, એવા ઘણાં વાંદરા તેને