________________
સમ્યક્ત જસ્થાન ચઉપઈ ક્રિયા થાય છે. તે જ ક્ષણમાં કાર્ય થઈ જાય છે. આમ માનવું જોઈએ. જેમકે અગ્નિથી કાગળ બાળવાનું કામ કરવામાં આવે છે ત્યારે જે સમયમાં કાગળને જેટલી આગ લાગે તે ક્ષણમાં તેટલો કાગળ બળે જ છે. આમ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ સાથે જ હોય છે. આમ નિશ્ચયનય કહે છે. જો આમ બન્ને સાથે માનવામાં ન આવે અને પૂર્વેક્ષણમાં ક્રિયાકાલ અને ઉત્તરક્ષણમાં નિષ્ઠાકાલ, આમ જો ભિન્ન ભિન્ન સમયમાં કારણ-કાર્ય માનવામાં આવે તો જ્યારે પ્રથમ ક્ષણમાં અગ્નિના દાહરૂપ કારણ છે ત્યારે કાગળ બાળવવાનું કામ ન થવું જોઈએ અને જ્યારે ઉત્તરક્ષણમાં કાગળ બાળવાનું કામ થાય છે ત્યારે દાહસ્વરૂપ કારણ ન હોવું જોઈએ. પરંતુ આમ બનતું નથી. માટે સુર્વરૂપ નામનું કારણ કાર્યની સાથે જ હોય છે. તેથી એક જ ક્ષણમાં કારણ અને કાર્યને સાથે માનવાં જોઈએ અને જો તેમ કારણ અને કાર્ય એક સમયમાં સાથે માનવા જઈએ તો સાંકર્ય નામનો દોષ આવે છે. એક જ સમયમાં કારણશક્તિ અને કાર્યશક્તિ માનતાં કારણશક્તિ કાર્યશક્તિસ્વરૂપ બની જાય અથવા કાર્યશક્તિ કારણશક્તિસ્વરૂપ બની જાય છે. આવા પ્રકારનો ન્યાયની નીતિરીતિ મુજબ સાંર્યદોષ આવશે.
RUIનવું વર્ણવ્યાપ્યતા છઠ્ઠ. યુવી નાખવી – બૌદ્ધનું કહેવું છે કે જે કારણ છે તે કાર્યમાં વ્યાપીને રહે છે. અર્થાત્ કારણ જ કાર્યસ્વરૂપે રૂપાન્તરિત થાય છે. પરંતુ તેઓનો આ બચાવ પણ બરાબર નથી. કારણ કે જો આમ જ હોય તો કારણશક્તિ અને કાર્યશક્તિ એમ ઉભયશક્તિ એકક્ષણમાં જ થવી જોઈએ. પરંતુ આમ તો થતું નથી તેથી પૂર્વેક્ષણવર્તી કારણ અને ઉત્તરક્ષણવર્તી કાર્ય આમ જ માનવું પડે છે આમ કારણરૂપશક્તિ અને કાર્યરૂપશક્તિ ભિન્ન ભિન્ન સમયવર્તી માનતાં કઈ શક્તિએ કોને ઉત્પન્ન કરી તેનો નિર્ણય થઈ શકતો નથી. કારણ કે તમારા મતે કારણશક્તિ અને કાર્યશક્તિ આ બને અત્યન્ત ભિન્ન છે
માટે.