________________
૬ ૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ કામ આવે છે. તેથી સંસારમૂલક અવિદ્યાને દૂર કરવા માટે મુક્તિમૂલક અવિદ્યા જ કામ આવે છે. આ પ્રમાણે બૌદ્ધમત પ્રમાણે સતત જ્ઞાનક્ષણો જ વર્તે છે અને તે પ્રતિસમયે ભિન્ન ભિન્ન છે તે સર્વે જ્ઞાનક્ષણોમાં અનુગત એવું એક આત્મદ્રવ્ય જેવું કોઈ ધ્રુવદ્રવ્ય નથી. માત્ર ધારાવાહી જ્ઞાનક્ષણો જ છે તેથી સર્વસમયોમાં “એક આત્મદ્રવ્ય છે” એવી જૈનદર્શનની વાત ભ્રમમાત્ર છે. આમ બૌદ્ધદર્શન કહે છે સ્થિર એવું જીવદ્રવ્ય નથી, પણ ક્ષણ ક્ષણવર્તી જ્ઞાનક્ષણો જ માત્ર છે.
ભાવાર્થ એવો છે કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે” આમ શાસ્ત્રોથી તો જાણ્યું જ છે પરંતુ તેનો સાક્ષાત્ અનુભવ થતો નથી. કારણ કે રાગના કારણે સર્વે પણ વસ્તુઓ ધ્રુવ જ દેખાય છે. તે માટે ક્ષણિકત્વનો અનુભવ કરવા માટે તે ક્ષણિકત્વને આત્મસાત્ કરવા સારું આ જીવ ધ્યાનમાં બેસીને તેને જાણવા માટે વિશાળ પ્રયત્ન કરે તો તેનાથી જ મુક્તિ તરફ પ્રવૃત્તિ કરાવનાર આ ક્ષણિકત્વની બુદ્ધિ થાય છે. આ મોક્ષવિષયક ક્ષણિકકાળની બુદ્ધિ જ સંસારવિષયક ક્ષણિકત્વની બુદ્ધિનો નાશ કરે છે અને મુક્તિવિષયક ક્ષણિકપણાની બુદ્ધિને સ્થિર કરે
હું ક્ષણિક છું” “હું ક્ષણિક છું” આવા પ્રકારની ક્ષણિકપણાની બુદ્ધિ જ આ જીવને મોક્ષ અપાવનાર બને છે એટલા માટે આવી બુદ્ધિને સ્થિર કરવા માટે તેનું સતત ધ્યાન કરવું જરૂરી છે. આમ કરતાં કરતાં જ્યારે આવી મુક્તિના ક્ષણિકપણાની બુદ્ધિ સ્થિર થાય છે ત્યારે તેના વડે જ સાંસારિક ક્ષણિકપણાની બુદ્ધિ નાશ પામે છે અને મુક્તિની ક્ષણિકપણાની બુદ્ધિ તો ઉપરછલ્લી જ હોવાથી સાંસારિક ક્ષણિકપણાની બુદ્ધિનો નાશ થયા પછી આપોઆપ તે બુદ્ધિ તો સ્વયં જ નાશ જ પામી જાય છે. પગમાંનો કાંટો નીકળી ગયા પછી પગમાં નાખેલી સોય તો તુરત નીકળી જ જાય છે તેમ અહીં સમજવું.