________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ "सदृशक्षणनो जे आरंभ, तेह ज वासना" इम कहवुं ते मोटुं પટ છઠ્ઠું = બૌદ્ધ કહે છે કે કોઈ પણ જ્ઞાનની પૂર્વક્ષણ પોતાની સદેશ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે અને તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાન તેના પછીના ઉત્તરક્ષણવર્તી જ્ઞાનને ઉત્પન્ન કરે છે. આમ ધારાવાહી ચાલે છે તેથી જ “હું તે જ છું કે જે પૂર્વક્ષણમાં હતો” આવા પ્રકારની આ જીવને વાસના પ્રાપ્ત થાય છે. તેથી “હું કર્મોથી અને જન્મજરામરણાદિ દુઃખોથી બંધાયેલો છું. જો હું પ્રયત્ન કરીશ તો આવા પ્રકારની પરંપરામાંથી મુક્તિ પામી શકીશ. આમ સમજીને તેવા પ્રકારની વાસનાના બળે આ જીવ મુક્ત થવાનો પ્રયત્ન કરે છે અને કાળાન્તરે બદ્ધ આત્મક્ષણમાંથી મુક્તાત્મક્ષણ પ્રગટ થાય છે પરંતુ ધ્રુવ એવું આત્મદ્રવ્ય જૈનો માને છે તેવું કોઈ ધ્રુવદ્રવ્ય નથી. આમ બૌદ્ધનું કહેવું છે.
૬૦
તે બૌદ્ધની માન્યતાનું ખંડન કરીને તેને જ સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - આ મોટું કપટ છે. અર્થાત્ માયામૃષાવાદ છે. મોટું જુઠાણું છે. કારણ કે “ને મારૂં બંધ-મોક્ષનાં ક્ષળો સરદ્ધાં નથી, તો ને बंधाई तेज मुकाई इम न कहिउ जाई तिवारई मोक्षनई अर्थि कुण પ્રવર્તરૂં ? કારણ કે બંધ અને મોક્ષની ક્ષણો સરખાં નથી. જે બંધાય છે તે જ મુકાય છે. આવો અર્થ તેમાંથી કહેવાતો નથી. બંધ અને મોક્ષની સમાનાધિકરણતા થતી નથી. પણ વ્યધિકરણતા થાય. તેથી મોક્ષ માટે કોણ પ્રયત્ન કરશે ? અર્થાત્ કોઈ જ નહીં કરે.
પૂર્વ પૂર્વ ક્ષણો જે છે તે બંધવાળાં છે અને તે ક્ષણો પોતાના સર્દશક્ષણને જ ઉત્પન્ન કરે છે પરંતુ વિજાતીય એવા મુક્તિક્ષણને ઉત્પન્ન કરતા નથી. તેથી જે બંધાય છે તે જ મુકાય છે આમ કહેવાશે નહીં. બંધ અને મોક્ષ આ બન્નેનું સમાનાધિકરણ ન હોવાથી જે બંધાયો તે જ મુક્ત થયો આમ કહેવાશે નહીં, બંધાશે કોઈ અન્ય, અને મુક્તિ પામશે કોઈ અન્ય, જેથી અવ્યવસ્થા થશે તથા જે બંધાયો છે તે પોતાની મુક્તિ માટે