________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય કહે છે કે “રાગ-દ્વેષ-મોહ-વિકાર અને વાસના આદિ કલુષિત ભાવોથી વાસિત બનેલું જે ચિત્ત તે જ સંસાર છે અને રાગાદિ ભાવોથી રહિત એવું જે ચિત્ત તે જ મોક્ષ છે અર્થાત્ ભવાન્ત છે એટલે કે મોક્ષ છે. (ભવનો અંત અર્થાત્ મોક્ષ) છે.
૫૨
સારાંશ કે નિરુપદ્રવા (રાગ-દ્વેષ અને મોહાદિ ઉપદ્રવ ભૂત ભાવો)થી રહિત ચિત્તસંતતિ તે જ મોક્ષ છે અને રાગાદિ ઉપદ્રવોવાળી જે ચિત્તસંતતિ તે જ સંસાર છે. આ પ્રમાણે ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય કહે છે. ૫૨૦ા
અવતરણ :- ગાથા ૧૮-૧૯-૨૦ માં બૌદ્ધદર્શનનો પૂર્વ પક્ષ કહ્યો. અર્થાત્ બૌદ્ધદર્શન જે માને છે તે કહ્યું. હવે પછીની ગાથાઓમાં આ જ બૌદ્ધદર્શનના પક્ષનું ખંડન કરતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે - એહ બૌદ્ધનું મત વિપરીત, બંધ-મોક્ષ ન ઘટઈ ક્ષણચિત્ત I માનો અનુગત જો વાસના,
દ્રવ્ય નિત્ય જ તેહ શુભમના ||૨૧||
ગાથાર્થ :- બૌદ્ધદર્શનનો આ મત ઘણો જ વિપરીત છે. ક્ષણચિત્ત એટલે ક્ષણિકજ્ઞાનપરંપરા એ જ આત્મા છે આમ જો માનીએ તો. કર્મબંધ અને કર્મોથી મુક્તિ ઘટે જ નહીં અને જો તેમાં કોઈ અનુગત (અન્વયરૂપઅનુયાયી સ્વરૂપ) સ્થિર દ્રવ્ય છે. આમ માનશો તો તે જ નિત્યદ્રવ્ય આત્મા સિદ્ધ થશે. આવી તત્ત્વની આ બાબત મનને સહેજ ઉત્તમ ભાવવાળું કરીને સમો અર્થાત્ મનને સારી રીતે સમજાવીને નિચદ્રવ્ય એવો આત્મા છે આમ સ્વીકાર કરો. ૨૧/
ટબો :- દૂ વૌદ્ધનું મત વિપરીત હિતાં મિથ્યા જ્ઞાનસ્વરૂપ છઠ્ઠું, ને મારૂં ‘ક્ષચિત્ત’” હિતાં ક્ષણિજ જ્ઞાનસ્વરૂપ “આત્મા”