________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૪૫ જેવું કોઈ દ્રવ્ય નથી. આમ બૌદ્ધદર્શનનું કથન છે સાંખ્યદર્શન-ન્યાયદર્શન. આદિ બીજાં કેટલાંક દર્શનો આત્માને નિત્યદ્રવ્ય માને છે. જૈન દર્શન આત્મા નિત્યાનિત્ય છે. આમ કહે છે. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી જ.
આત્માને નિત્ય માનનારા દર્શનોને બૌદ્ધદર્શન ઠપકો આપતાં કહે છે કે જો તમે આત્માને ધ્રુવ-નિત્ય દ્રવ્ય માનો છો તો તે આત્મા જેવો હશે તેવો સદાકાળ રહેશે જ. તેથી મોક્ષ તો ઘણો વેગળો-દૂર થઈ જશે. એટલે કે આત્માને નિત્ય માનવાથી જે આત્મા સંસારી છે તે સંસારી જ રહેશે. મુક્તિ પામશે નહીં કારણ કે મુક્તિ પામે તો અનિત્ય થઈ ગયો કહેવાય. તેથી મુક્તિ ઘટશે નહીં. અવસ્થા બદલાય એટલે અનિત્ય થયો કહેવાય. તેથી સંસારી અવસ્થામાંથી મુક્ત અવસ્થા થાય નહીં.
- તથા વળી “આત્મા ધ્રુવ છે, નિત્ય છે” આમ માનવાથી આત્મા કાયમ રહેનારું દ્રવ્ય થયું અને જે ધ્રુવદ્રવ્ય હોય તેના ઉપર સ્નેહભાવ (રાગભાવ) અવશ્ય થાય જ. આ રીતે આત્મા સદા રાગ-દ્વેષી જ રહેશે જેથી ક્યારેય પણ મુક્તિ થશે નહીં.
તથા વળી આત્મા રાગભાવવાળો હોવાથી સુખ ઉપર પ્રતિભાવ અને દુઃખ ઉપર અપ્રીતિભાવ થાય જ. જેને સુખનો રાગ હોય તેને સુખનાં સાધનોનો પણ રાગ થાય અને જેને દુઃખનો દ્વેષ હોય તેને દુઃખનાં સાધનોનો પણ દ્વેષ થાય જ. જેથી આ આત્મા ક્યારેય પણ રાગ-દ્વેષથી મુક્ત બનશે નહીં. આ રીતે આત્માને નિત્ય માનનાર વાદી રાગ-દ્વેષમાં જ ફસાઈ જાય છે. ક્યારેય તેમાંથી છુટકારો ન થાય અર્થાત્ તેમના મતે ક્યારેય આ જીવનો મોક્ષ ઘટશે જ નહીં.
સુખનો રાગ અને દુઃખનો દ્વેષ થવાથી સુખનાં સાધનોનો પણ રાગ થશે અને દુઃખનાં સાધનોનો દ્વેષ પણ થશે. આ રીતે રાગ-દ્વેષની વાસના (સંસ્કાર) કાયમ ચાલુ જ રહેશે. આમ રાગ-દ્વેષ હોવાના કારણે