________________
સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૪૧
નિત્ય છે’’ આ બીજું સ્થાન સમજાવું છું. બૌદ્ધદર્શનનો જે નવો મત છે કે આત્મા ક્ષણિકમાત્ર છે આમ માને છે. તેનું ખંડન કરીને હવે હું “આત્મા નિત્ય છે’” આ બીજું સ્થાન સમજાવું છું. ૫૧૭ની
ટબો ઃहे लोक ! इम-ए प्रकारई आत्मानी सत्ता सद्दहो, पणि नास्तिकवाद पोताना मननई दहस्यो मा । चार्वाकमत निरास થયો ।
हवइं “नित्य आत्मा" एहवुं बीजुं स्थानक वर्णवुं छु, ऋजुसूत्रनयमांहिथी नीकल्या, माटइं नवं जे बौद्धनुं मत, ते खंडी રીનડું ।।૭।।
વિવેચન :- હે લોકો ! અમે ઉપર સમજાવ્યું તેમ “આત્મા નામનું તત્ત્વ છે” આમ આત્માની સત્તા સ્વીકારો. પરંતુ ચાર્વાકદર્શન માને છે તેમ “આત્મા નથી” આવા પ્રકારના નાસ્તિકવાદમાં તમારા મનને નાખીને મનને ભ્રાન્ત કરશો નહીં. તમારા મનને દુઃખી કરશો નહીં. સારાંશ કે નાસ્તિકવાદીઓ (ચાર્વાકદર્શનવાળા) આ પ્રમાણે માને છે કે “આત્મા નથી” તેઓનું કહેવું છે કે -
यावद् जीवेत्सुखं जीवेद् ऋणं कृत्वा घृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ १ ॥
જ્યાં સુધી જીવન હોય, ત્યાં સુધી બહુ જ સુખપૂર્વક જીવવું (અર્થાત્ થોડું પણ દુઃખ ન વેઠવું) ધન ન હોય તો દેવું કરીને પણ ઘી પીવું એટલે કે દેવું કરીને પણ સુખી જીવન જીવવું. કારણ કે આ શરીર જ્યારે ભસ્મીભૂત થાય છે ત્યારબાદ ફરીથી આ સંસારમાં આવવાનું જ ક્યાં છે ? મૃત્યુ પામ્યા એટલે આપણો સંસાર સમાપ્ત થાય છે. મૃત્યુ