________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
આ ગ્રંથ ભલે કોડી સમાન છે તથાપિ આ ગ્રંથમાં લખાયેલા શુદ્ધ ભાવોની જો વિચારણા કરવામાં આવે તો આ ગ્રંથ રત્નની તુલનામાં આવી શકે તેમ નથી. અર્થાત્ રત્નથી પણ ઘણો અધિક કિંમતી છે. તેથી ચિંતામણિરત્ન પણ આ ગ્રંથની તુલનામાં આવી શકતું નથી. આ ગ્રંથ કરતાં તે રત્ન અનેકગણી ઓછી કિંમતવાળું છે. કારણ કે રત્નથી તો આ લોકનાં જ ભૌતિક દુઃખો દૂર થાય છે અને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે ભૌતિક સંપત્તિ અવશ્ય નાશવંત છે અને પરભવમાં સાથે ન આવનાર છે.
૩૬૬
જ્યારે આ ગ્રંથનો પરમાર્થ જે ઉત્તમ આત્મા પ્રાપ્ત કરે છે તે જીવને તેના જ્ઞાનથી આ લોકનાં, પરલોકનાં અને અંતે મોક્ષનાં સુખો પ્રાપ્ત થાય છે. તેથી આ ગ્રંથની સામે ચિંતામણિરત્ન પણ તુચ્છ છે.
હવે ગ્રંથકર્તા પોતાનું નામ જણાવે છે પરંતુ પોતાના ગુરુના નામથી અંકિત (ગુરુજીના નામ સાથે) પોતાનું નામ જણાવે છે.
શ્રી નયવિજયજી વિબુધ (પંડિત)ના ચરણોની ઉપાસના કરનારા વાચક (ઉપાધ્યાય) એવા યશોવિજયજી આ પ્રમાણે=(ઉપર ૧થી૧૨ ગાથામાં જે કહ્યું તે) કહે છે. ૧૨૪