________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૫૭
થતો શ્રુતજ્ઞાનના વિચારાત્મક જે આત્મવિવેક તે વિવેકને સંભાળતા નથી. તેઓ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના વિવેકને ન પામવાના કારણે આત્માના શુદ્ધાત્મસ્વરૂપને જાણી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી.
જો સ્વશાસ્ત્રોનો અભ્યાસ હોય તો જ તેવા ઠોસપૂર્વકના અભ્યાસથી સ્વસિદ્ધાન્તના અર્થનો નિશ્ચિતબોધ થાય છે અને આવા પ્રકારનો નિશ્ચિત બોધ થવાથી શ્રુતજ્ઞાનના ઊંડા ઊંડા વિચારો પૂર્વકનો પારમાર્થિક બોધ પણ થાય છે તેવા પ્રકારના બોધથી આત્મવિવેક પ્રગટ થાય છે.
આવા પ્રકારનો આત્મવિવેક પ્રગટ થયા વિના સાધુ-સંતો કદાચ ચરણસિત્તરી અને કરણસિત્તરીમાં રચ્યા-પચ્યા હોય. તો પણ તે ચરણ અને કરણના સારને આવા જીવો પામી શકતા નથી. સ્વદર્શનશાસ્ત્ર અને ૫રદર્શનશાસ્ત્ર પ્રત્યે જે ઉપેક્ષાભાવ સેવે છે તે જીવો સ્વદર્શન અને પરદર્શનના ભેદને પામ્યા વિના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી શકતા નથી.
ચરણસિત્તરી અને કરણસિત્તરી સારી રીતે પાલી શકાય એટલું જ જ્ઞાન જે મેળવે તે જીવો આટલું જ જરૂરી માત્ર જ્ઞાન-પ્રાપ્ત કરીને ચારિત્ર પાળવામાં અને ક્રિયા કરવામાં જ ઉદ્યમવાળા રહે છે. પણ તીર્થંકરભગવંતોએ જૈનશાસ્ત્રોમાં શું કહ્યું છે ? અને અન્યતીર્થિકોના શાસ્ત્રોમાં શું કહ્યું છે ? આવા સૂક્ષ્મવિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષાભાવ સેવે છે. સ્વદર્શનનો સૂક્ષ્મ અભ્યાસ કરીને વીતરાગ ભગવંત પ્રરૂપિત તત્ત્વોનો ઊંડો યથાર્થ અભ્યાસ જેઓ કરતા નથી. તેઓ યથાર્થ શ્રુતબોધ પ્રાપ્ત કરી શકતા નથી.
જે શ્રુતજ્ઞાનના ઊંડા સૂક્ષ્મ વિચારો છે તે વિશિષ્ટ દ્રવ્યાનુયોગના અભ્યાસનું કારણ બને છે અને જે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે છે. તે આત્મવિવેકની જાગૃતિનું કારણ બને છે. તેથી જે જીવો આવું વિવેકવાળું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ઉપરછલ્લા અલ્પજ્ઞાનમાત્રને પ્રાપ્ત કરીને ચારિત્ર પાળવામાં અને ક્રિયા કરવામાં જ રચ્યા પચ્યા રહે છે. તેઓ સ્વદર્શન