________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૨૫
કોઈ જતું નથી. એટલે આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. આમ નાસ્તિકવાદી આત્માના અસ્તિત્વને જ સ્વીકારતો નથી.
જ્યારે કોઈક મિથ્યાત્વવાદી શરીરથી ભિન્ન અને ચૈતન્યગુણવાળો આત્મા તો છે આમ માને છે. પરંતુ તે આત્મા ક્ષણિક છે અર્થાત્ ક્ષણે ક્ષણે બદલાય છે. આ આત્મા નિત્ય-ધ્રુવ રહેતો નથી. આમ માને છે. તેના જ કારણે આત્માને નિત્ય માનનારા પ્રત્યે અતિશય દ્વેષ કરે છે અને વૈરાયમાણ વૃત્તિ રાખે છે.
આ જ પ્રમાણે કોઈક વાદી આત્માને એકાન્તે કર્મનો અકર્તા જ સ્વીકારે છે. આત્મા તો શુદ્ધ-બુદ્ઘ દ્રવ્ય હોવાથી કર્મ કરતો જ નથી. આમ માને છે. તેના જ કારણે આત્માને અશુદ્ધ માનનારા ઉપર દ્વેષ કરે છે. આ રીતે કોઈક વાદી આ આત્મા કર્મનો અને તેના ફળરૂપે સુખદુઃખનો ભોક્તા નથી આમ માને છે. પ્રકૃતિ જ બધું ભોગવે છે આત્મા ભોક્તા નથી. આમ માની તેવી જ દલીલો કર્યા કરે છે.
આ પ્રમાણે કોઈક વાદીઓ આત્માને કર્તા-ભોક્તા માને છે. પણ આ જીવ કર્મનો કરનાર અને ભોગવનાર જ હોવાથી આ ઝંઝાળમાંથી તે ક્યારેય મુકાતો નથી. માટે મોક્ષ નથી આમ માને છે. અને કોઈ કોઈ દર્શનકારો મોક્ષ છે આમ માને છે પણ તે મોક્ષની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. અનેક ઉપાયો કરવા છતાં પ્રાપ્ત થતો નથી માટે. તેની પ્રાપ્તિનો સાચો કોઈ ઉપાય નથી. આમ માને છે.
આ રીતે જુદાં જુદાં દર્શનો પ્રસ્તુત આ છ સ્થાનોને આશ્રયી પોત પોતાને માન્ય એવા કોઈ કોઈ એકાદ અંશને સ્વીકારીને બીજો અંશ ન માનવાના કારણે પોતાનાથી ભિન્ન એવા બીજા અંશને માનનારા ઉપર અતિશય દ્વેષ કરે છે.
તેથી જ ગુરુજી સમજાવે છે કે આવા પ્રકારના મિથ્યામતોમાં રાચશો નહીં અને જ્ઞાની મહાત્મા પુરુષોની નિશ્રા સ્વીકારીને સુંદર શાસ્ત્રાભ્યાસ