________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૨૩
૬ સ્થાનોની સમ્યભાવે પરીક્ષા કરીને કષાયરહિત ચિત્ત વડે યથાર્થ નિર્ણયાત્મકભાવે આ જીવ જે જ્ઞાન કરે છે તે યથાર્થ અપાયાત્મક મતિજ્ઞાન છે અને આવા પ્રકારનું યથાર્થભાવે થયેલું જે મતિજ્ઞાન છે તે જ સમ્યક્ત્વ કહેવાય છે.
પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજાએ સન્મતિતર્ક નામના ગ્રંથની ગાથા ૨-૩૨ માં કહ્યું છે કે
“જિનેશ્વર ભગવંતોએ કહેલા ભાવોની ભાવથી શ્રદ્ધા કરતા જીવનું જે આભિનિબોધિક (મતિજ્ઞાન) નામનું જે જ્ઞાન છે તે જ્ઞાનમાં જ દર્શનશબ્દ જોડવો ઉચિત છે.”
સન્મતિતર્કની આ ગાથાથી અતિશય સ્પષ્ટ થાય છે કે ભગવંતે કહેલા ભાવોની સમ્યગ્ રીતે પરીક્ષા કરીને “આ તત્ત્વ આમ જ છે” આવા પ્રકારનો જે પાકો નિર્ણય છે તે નિર્ણય આત્માના મતિજ્ઞાનના ત્રીજા વિભાગાત્મક અપાયસ્વરૂપ છે. આવા પ્રકારના મતિજ્ઞાનના ત્રીજા ભેદરૂપ અપાયાંશમાં જ સમ્યગ્દર્શન શબ્દ જોડાયેલો છે.
તેથી જ “વું થમેવ' આ તત્ત્વ આમ જ છે જેમ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે તે તત્ત્વ ખરેખર તેમજ છે. જરા પણ અન્યથા નથી. આવા પ્રકારનું નિર્ણયાત્મક અપાયસ્વરૂપ જે મતિજ્ઞાન છે તે જ્ઞાન જ રુચિસ્વરૂપ હોવાથી તે જ્ઞાનને જ સકિત કહેવાય છે.
કેવળજ્ઞાની ભગવંતને જેમ સર્વદ્રવ્યોનું અને સર્વ પર્યાયોનું યથાર્થજ્ઞાન પ્રવર્તે છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને આ છ સ્થાનોનું જ્ઞાન અંશથી પ્રવર્તે છે પણ યથાર્થપણે પ્રવર્તે છે માટે જ સમ્યગ્દષ્ટિ જીવ અંશથી કેવળી પણ કહેવાય છે. ટબામાં કહ્યું છે કે ષસ્થાનના વિષયવાળું તત્તભ્રકારકજ્ઞાન ભલે અંશથી હોય પણ યથાર્થ હોય ત્યારે તે જીવ સમ્યક્ત્વવાળો થયો છતો ભગવંત થાય છે (ભગવંત કહેવાય છે). એટલા