________________
૩૨૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ જે અનુપાયવાદી (ઉપાયને નહીં માનનારો) વાદી છે. તે એમ કહે છે કે મોક્ષ મેળવવા જેવો છે (આમ પાંચ પદ માને છે, પરંતુ મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થઈ જ જશે. તેના માટે કોઈ ઉપાયો અપનાવવાની જરૂર નથી (આમ મોક્ષના ઉપાયવાળું છઠ્ઠું પદ જે નથી માનતા) તેવા વાદીને સમજાવવા માટે કહે છે કે –
રત્નત્રયી સ્વરૂપ આ કારણ છે અને તેમાં પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિના વ્યાપાર દ્વારા જ્ઞાન, તપ અને સંયમ ગુણો મોહના નાશના હેતુ બને છે. તે માટે મોક્ષાર્થી આત્માએ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિસ્વરૂપ વ્યાપાર અર્જવા માટે (વ્યાપાર પ્રાપ્ત કરવા માટે) અવશ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ પણ આળસ ન કરવી જોઈએ પરંતુ મોક્ષના કોઈ ઉપાય નથી. આમ માનીને છટ્ટા પદનો અપલાપ કરીને આ જીવ બેસી રહે. પ્રમાદ સેવે. તે ઉચિત નથી આવો ગ્રંથકારશ્રીનો કહેવાનો ભાવ છે.
“રત્નત્રયી” એ મોક્ષનો ઉપાય છે. આમ છટ્ટાપદની શ્રદ્ધા કરો. હે ભવ્યજીવો ! આમ સ્વીકારો. જેનાથી માત્ર સાચી યથાર્થ ધર્મપ્રવૃત્તિ આવે અને તેના દ્વારા મોક્ષની સિદ્ધિ થાય. શિવસુખ પ્રાપ્ત થાય. આમ છટ્ટાપદની શ્રદ્ધા થવાથી આ જીવ જો મોક્ષનો અર્થી હોય તો અવશ્ય મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ પણ કરે જ અને મોક્ષના ઉપાય રૂપ રત્નત્રયીની સાધનાથી અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે જ.
અહીં સુધીમાં “મોક્ષના કોઈ ઉપાય નથી” એમ માનનારો અનુપાયવાદી ગયો. અર્થાત્ આ છઠું સ્થાન સમાપ્ત થયું. આ ગ્રંથમાં સમ્યકત્વમાં છ સ્થાનો ચર્ચવાનાં હતાં તે અહીં સમાપ્ત થાય છે.