________________
૩૧૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ પણ ગુરુધર્મ કહેવાય અને જેની ઉપસ્થિતિ શીધ્ર થાય તે લઘુ ધર્મ કહેવાય, પ અક્ષરવાળો ધર્મ બોલવાની અપેક્ષાએ શીધ્ર ઉપસ્થિતિ વાળો છે તેના કરતાં ૧૯ અક્ષરનો ધર્મ બોલતાં વધારે કાળ લાગે અને ભૂલી પણ પડે તે માટે તે ગુરુધર્મની ઉપસ્થિતિવાળો છે.
જેનું શરીર=કદ મોટું તે ગુરુધર્મની ઉપસ્થિતિવાળું કહેવાય અને જેનું શરીર-કદ નાનું તે લઘુધર્મની ઉપસ્થિતિવાળું કહેવાય તો અહીં ૧૯ અક્ષરવાળા વાક્ય કરતાં પ અક્ષરવાળું વાક્ય લઘુધર્મની ઉપસ્થિતિ વાળું કહેવાય રત્નત્રયિત્વ આ લઘુધર્મની ઉપસ્થિતિવાળું છે જ્યારે વર્મવેનુષ્યતાના માવથીવિશિષ્ટત્નત્રયિત્વ આ ગુરુધર્મની ઉપસ્થિતિવાળું પદ છે.
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે, ગુરુધર્મના આરોપવાળી સ્થિતિ સ્વીકાર્યા વિના સામાન્યપણે મુક્તિઆત્મક કાર્ય પ્રત્યે અન્વયે અને વ્યતિરેક એમ બન્ને વ્યાપ્તિ સ્વરૂપે “રત્નત્રયીની જ કારણતા અવશ્ય છે. ભૂતકાળમાં જે જે જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જે જે જીવો મોક્ષે જાય છે અને ભવિષ્યમાં પણ જે જે જીવો મોક્ષે જશે તે સર્વેમાં ત્રણે કાળના મુક્તિ પામનારા સર્વે પણ જીવોમાં રાત્રી સ્વરૂપ કારણ અવશ્ય હોય જ છે.
કારણ હોય ત્યાં કાર્ય થાય પણ ખરું અથવા ન પણ થાય. કાર્ય થાય જ આવો નિયમ નથી. પરંતુ જ્યાં કાર્ય થાય ત્યાં કારણ અવશ્ય હોય જ, તેને જ યથાર્થકારણ કહેવાય. જેમ માટી હોય ત્યાં બધે ઘટ બનતો નથી. પરંતુ જ્યાં ઘટ થાય છે ત્યાં માટી અવશ્ય હોય જ છે તેમ રત્નત્રયી હોય ત્યાં સર્વત્ર મુક્તિ થાય એવો નિયમ નથી. બીજાં બાધક કારણો હોય એટલે ન પણ થાય. પરંતુ મુક્તિકાર્ય જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં રત્નત્રયીની સાધના અવશ્ય હોય જ છે. આમ કાર્યકારણદાવ સમજવો.