________________
૧૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જે જ્ઞાનીના સમજાવવાથી સમજે તેવા છે, માર્ગે આવે તેવા છે, તે મંદમિથ્યાત્વી જીવો કહેવાય છે. પરંતુ જે અવિનીત છે, જેઓ જ્ઞાની મળે તો પણ પોતાના અજ્ઞાનભર્યા આગ્રહોને ન છોડવાવાળા છે તથા કદાગ્રહી છે અને તીવ્ર મિથ્યાત્વી છે, તેઓ તો અતિશય અવિનીત છે. તેમના બોલ કોઈ પણ રીતે સંગતિને પામતા નથી.
મિથ્યાત્વનાં આ છ સ્થાનો ઉંડા કૂવા તુલ્ય છે. જેમ ઉંડો કૂવો જોવા માત્રથી પણ ભય ઉપજે છે, તેમ મંદમિથ્યાત્વીને આવા વિચારોથી ભય ઉપજે છે અને જ્ઞાનીનું શરણ સ્વીકારીને તેમની પાસેથી તત્ત્વમાર્ગ સમજીને મિથ્યાત્વ ત્યજીને નિર્ભય થાય છે. જ્યારે ગાઢમિથ્યાત્વી જીવ આવા પ્રકારના કૂવાને દેખીને ભય પામતો નથી પણ તેમાં ઉતરે છે, અને કોઈ પણ પ્રકારના તર્કથી તે માન્યતાઓ રૂપી કૂવામાંથી બહાર નીકળી શકતો નથી અને અંતે વિનાશને જ પામે છે. તેથી આવી ઉલટી માન્યતાઓ એ એક પ્રકારનો ઉંડો કૂવો જ છે. આમ જાણવું. ઉંડા કૂવાનું જ કામ કરે 9.11811
(૧) મિથ્યાત્વનું પ્રથમ સ્થાન “જીવ નથી” તેનું વર્ણન
અવતરણ - “નાસ્તિ” અર્થાત્ જીવ નથી. આવા પ્રકારનું મિથ્યા માન્યતાવાળું પ્રથમ સ્થાન ગ્રંથકારશ્રી પૂર્વપક્ષ રૂપે સમજાવે છે - પહેલો નાસ્તિક ભાષઈ શૂન્ય, જીવ શરીર થકી નહિ ભિન્ન । મધ અંગથી મદિરા જેમ, પંચ ભૂતથી ચેતન તેમ પા
ગાથાર્થ જે સાચા તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. એવો પ્રથમ (ચાર્વાકદર્શનકાર) કહે છે કે-“શરીરથી ભિન્ન જીવ નથી.” જેમ મદિરાના અંગોમાંથી મદ્ય ઉત્પન્ન થાય છે તેમ પાંચ ભૂતોમાંથી જ ચેતના ઉત્પન્ન થાય છે.
-