________________
૨૮૩
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
પરંતુ અપુનબંધક અવસ્થા આવ્યા પછી સમ્યકત્વગુણ દેશવિરતિગુણ-સર્વવિરતિગુણ-ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરવાના ગુણો-રત્નત્રયીની સાધના-કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને અયોગિઅવસ્થાની પ્રાપ્તિ આ સઘળા ગુણો વિશિષ્ટ પ્રયત્ન કરો તો જ આવે છે અને તેની પૂર્વના ગુણો મેળવ્યા હોય તો જ આવે છે.
આ ઉદાહરણોથી સમજાશે કે પ્રથમ ગુણની જે પ્રાપ્તિ થાય છે તે તેવા વિશિષ્ટગુણ વિના સહેજે સહેજે થાય છે. પરંતુ પ્રથમ ગુણ આવ્યા પછી સમ્યકત્વાદિ બીજા ગુણોની પ્રાપ્તિ અવશ્ય પૂર્વમાં ગુણો પ્રાપ્ત કર્યા હોય તો જ પ્રાપ્ત થાય છે અને ઘણા ઘણા પ્રયત્નવિશેષથી પ્રાપ્ત થાય છે અને તે પણ બહુ જ વિઘ્નોવાળી છે.
ચરમાવર્તમાં આ જીવ આવે ત્યારે ભવસ્થિતિના પરિપાકથી એટલે કે કાળના પરિપાકથી અને તથાભવ્યતાની પરિપક્વતા થવાના કારણે આ જીવને સહેજે સહેજે (ઘણો પ્રયત્ન કર્યા વિના અન્ય ગુણો પ્રાપ્ત કર્યા વિના જ) આવા ગુણની અને અપુનબંધકાવસ્થાની પ્રાપ્તિ થાય છે. એટલે આ પ્રથમ ગુણની પ્રાપ્તિ મૃદુતર છે, કોમળ છે, ઘણા પ્રયત્નો વિના પ્રાપ્ત થાય છે.
પરંતુ ત્યાર પછીની સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ એટલે કે રત્નત્રયીની સાધનારૂપ ગુણની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ પૂર્વકાલીન ગુણોની પ્રાપ્તિપૂર્વક જ થાય છે. અન્યથા થતી નથી. એટલે પ્રથમ ગુણ બીજા ગુણો વિના થાય છે. પરંતુ બીજા ગુણોની પ્રાપ્તિ પૂર્વકાલીન ગુણની પ્રાપ્તિપૂર્વક જ થાય છે.
જેમકે કોઈ મહાવિદ્યાની સાધના કરવી હોય તો છ મહિના ઘણો વિશિષ્ટ તપ તથા શરીરને ધ્યાનસ્થ કર્યું હોય તો જ થાય છે. તેમાં પણ છ માસમાં એવા ઉપદ્રવો આવતા નથી. પરંતુ તે છ માસમાં છેલ્લા બે