SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પદાર્થ પ્રત્યે અનુકુળ કે પ્રતિકુળપણાના વિકલ્પો જ મનમાં ઉઠતા નથી. પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીએ જ જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે - परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । વામી ઘામીોન્માવા:, ારા વારાવાજી | (૨-૪) પરમ એવા બ્રહ્મસ્વરૂપમાં મગ્ન થયેલા જીવને એટલે કે આત્મદશામાં લયલીન થયેલા મહાત્માને પુદ્ગલના સુખોની કોઈપણ પ્રકારની વાત નિરસ જ લાગે છે. ખાવા-પીવાનું આવું હોવું જોઈએ, ઉંઘવાની પથારી આવી હોવી જોઈએ અને રહેવાનું ઘર આવું હોવું જોઈએ, પહેરવાના કપડાં આવાં મુલાયમ અને ભભકાદાર હોવાં જોઈએ ઈત્યાદિ પૌદ્ગલિક કથાઓથી આ મહાત્મા બાર ગાઉ દૂર જ રહેનારા હોય છે. “આવા પ્રકારના મહાત્માને સોનાના ઢગલાઓ કે સ્ત્રીઓ તરફના પ્રેમપૂર્વકના હાવભાવ શું કરી શકવાના હતા ? અર્થાત્ કંચન કે કામિનીના ભાવો આવા જીવોને મોહાંધ કરીને પછાડી શકે તેમ બનતું નથી. (જ્ઞાનસારાષ્ટક ૨-૪) તથા અભ્યાસદશાને આશ્રયીને અન્ય ગ્રંથમાં એટલે કે પ્રશમરિત નામના ગ્રન્થમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે - “આ જીવનું મન જ્યાં સુધી બીજાના ગુણો અને દોષો જ ગાવામાં કે જોવામાં લયલીન છે ત્યાં સુધી મનને નિર્મળ ધ્યાનમાં સ્થિર થવું ઉચિત છે.” (પ્રશમરતિ-૧૮૪) આ જીવનું મન જ્યાં સુધી આત્મસ્વભાવમાં સ્થિર થયું નથી ત્યાં સુધી જ તેનું દમન કરવાનું હોય છે. જો યોગ્ય રીતે દમન કરવામાં ન આવે તો પોતાનાથી ભિન્ન એવા અન્ય જીવદ્રવ્યના અથવા પુદ્ગલદ્રવ્યના ગુણ-દોષ જોવામાં અને ગાવામાં તથા તેની જ કથા કરવામાં વ્યાપ્ત થાય
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy