________________
૨૧૮
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ વિવેચન :- આ જીવે અનાદિકાળથી મોહની પરવશતાના કારણે ઈન્દ્રિયજન્ય સાંસારિક ભોગસુખ જ માપ્યું છે, અનુભવ્યું છે. તેથી જીવનો વિષયસુખ માણવાનો આ મૂલસ્વભાવ ન હોવા છતાં પણ વિભાવદશાના કારણે એટલે કે મોહની પરવશતાના કારણે ઈન્દ્રિયજન્ય સુખભોગમાં જ આ જીવની પ્રવૃત્તિ થઈ છે અને થાય છે.
પરંતુ જ્યારે આ જીવની ભવિતવ્યતા પાકે છે અને સંસારનું સ્વરૂપ તથા આત્માનું સાચું સ્વરૂપ આ આત્મા જાણે છે ત્યારે મોહના વિકારજન્ય સાંસારિક પીડાઓથી બચવા માટે અને આત્માના સ્વાભાવિક ગુણોની પ્રાપ્તિ અને ગુણોની રમણતાના સુખને મેળવવા માટે આ જીવને પ્રબળ ઈચ્છા થાય છે. તેથી તે જીવ આત્માના ગુણોના અનુભવરૂપ સુખ તરફ આકર્ષાય છે અને તે ગુણોના અનુભવ સ્વરૂપ સુખ પ્રાપ્ત કરવાના મનોરથો જાગે છે અને તેની સામગ્રીને મેળવીને તે સુખ માટેનો પ્રાથમિક અભ્યાસ શરૂ કરે છે. જેમ જેમ શાસ્ત્રવચનોનું અને ગુરુગમની નિશ્રાનું અવલંબન મળે છે તેમ તેમ ઉપશમસુખની પ્રાપ્તિ માટે આ જીવ અભ્યાસ કરે છે તથા પોતાના મનોરથ પ્રમાણે પ્રયત્ન પુરાવાથી, તથા શાસ્ત્રાનુસારિણી ક્રિયાઓ કરવાથી અંશે અંશે ઈન્દ્રિયજન્ય વિકારો શાન્ત થાય છે તેથી ઉપશમગુણના અભ્યાસનું સુખ પ્રાપ્ત થાય છે જીવ તેમાં મસ્તીથી વર્તે છે.
આ પ્રમાણે ઉપશમભાવમાં જ સુખ બુદ્ધિ હોવાથી તે સુખ વધારેમાં વધારે મેળવવા માટે આ જીવ નવા નવા મનોરથો કરે છે અને વિશિષ્ટ-વિશિષ્ટ ઉપશમસુખ પ્રાપ્ત કરવાનો આ જીવ અભ્યાસ કરે છે. આ રીતે ધીરે ધીરે વિકાસ સાધતાં પ્રાથમિક દશામાં આભ્યાસિક અને માનોરથિક ઉપશમસુખ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમશઃ વિકાસ થતાં ઉપરની ભૂમિકાવાળું ઉપશમસુખ આ જીવ પ્રાપ્ત કરે છે અને ઉપશાન્તભાવમાં આવે છે. આ પ્રમાણે નિરંતર અભ્યાસ પાડવાથી અને ઉંચી દશાના