________________
આ વાવ છે.
સમ્યવનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૯૫ કર્મથી જકડાયેલો છે અને સંસારી કહેવાય છે. કાર્મણવર્ગણાના પુગલોનું બનેલું કર્મ આ આત્માને વળગેલું છે. આ જ આત્મા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ-કષાય અને યોગ વડે જડ એવા આ પુદ્ગલોનું ગ્રહણ કરીને પોતાની સાથે પોટલા રૂપે બાંધે છે. તેના પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ એવા બંધના ચાર પ્રકાર છે.
જેમ મિથ્યાત્વ-અવિરત-પ્રમાદ-કષાય અને યોગથી આ જીવ કર્મ બાંધે છે તેમ જ્ઞાન તથા ક્રિયા વડે તે બાંધેલા કર્મોનો ક્ષય પણ આ જ જીવ કરે છે. જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારોના સેવનથી આ જ જીવ કર્મોના નાશને કરનારો પણ થાય છે.
મિથ્યાત્વાદિ પાંચ પ્રકારના બંધહેતુઓ વડે આ જીવ કર્મ બાંધે છે અને જ્ઞાનાચારાદિ પંચવિધ આચારસેવન વડે આ જ જીવ કર્મના નાશનો પણ કર્યા છે. સારાંશ કે અશુદ્ધભાવવાળો આત્મા કર્મનો કર્તા છે અને શુદ્ધભાવવાળો આત્મા કર્મના નાશનો કર્તા છે આમ સમજવું એ જ સાચું તત્ત્વ છે.
આ આત્મામાં મિથ્યાત્વ આદિ કર્મબંધનાં કારણો આવે છે ત્યારે જ તે કારણોને લીધે આ આત્મા કર્મ બાંધે છે અને કર્મના નાશનાં કારણો સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન ઈત્યાદિ જ્યારે આ આત્મામાં આવે છે ત્યારે આ જ આત્મા કર્મના નાશનો પણ કર્તા બને છે. જ્યારે કર્મનો કર્તા બને છે ત્યારે સંસારનો (જન્મ-મરણાદિનો) કર્તા આ જીવ કહેવાય છે અને જ્યારે કર્મના નાશનો કર્તા આ જીવ બને છે ત્યારે ભવપારનો (મોક્ષનો) કર્તા કહેવાય છે.
સારાંશ કે વિભાવદશામાં ગયેલો આત્મા સંસારનો કર્તા અને સ્વભાવદશામાં ગયેલો આત્મા ભવપારનો (મોક્ષનો) કર્તા છે આમ જાણવું.
૧૪