________________
સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો
अत्थि, अविणासधम्मो, करेइ वेएइ अत्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाई ॥३-५५ ॥
(૧) જીવદ્રવ્ય નથી તથા (૨) જીવ છે પણ નિત્ય નથી, (૩) કંઈ કરતો નથી, (૪) કરેલાને વેદતો નથી, (૫) મુક્તિ નથી અને (૬) મુક્તિના ઉપાયો નથી. આમ એકાન્તે કહેવું તે છ મિથ્યાત્વનાં સ્થાનો છે. તથા (૧) જીવ છે જ, (૨) અવિનાશી ધર્મવાળો (નિત્ય) છે, (૩) કર્મોનો કર્તા જ છે, (૪) કર્મોનો ભોક્તા જ છે, (૫) નિર્વાણ છે જ અને (૬) નિર્વાણના ઉપાયો પણ છે જ. આમ પણ એકાન્તે માનવું તે પણ મિથ્યાત્વનાં સ્થાનો છે. (કાણ્ડ ૩, ગાથા ૫૪૫૫)
જીવ સ્વસ્વરૂપે છે, પણ પરસ્વરૂપે નથી, જીવ દ્રવ્યરૂપે નિત્ય છે પણ પર્યાયરૂપે અનિત્ય પણ છે, મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓ વાળો હોય ત્યારે કર્મનો કર્તા છે, પણ અન્યથા હોય અર્થાત્ શુદ્ધ બુદ્ધ હોય, મિથ્યાત્વાદિ હેતુઓ વિનાનો હોય ત્યારે કર્મનો અકર્તા પણ છે. કરેલાં કર્મોને વેદે પણ છે અને નિર્જરા-સંક્રમ આદિ કરવા દ્વારા કર્મોનો ઉપભોગ કર્યા વિના કર્મોનો નાશ પણ કરે છે માટે અભોક્તા પણ છે. ભવ્ય પરિણામવાળો હોય તો મોક્ષ છે પણ અભવ્ય પરિણામવાળો હોય તો તે જીવનો મોક્ષ નથી, સમ્યગ્નાન-સમ્યગ્દર્શન સમ્યક્ચારિત્ર આદિ મોક્ષના ઉપાયો પણ છે. પરંતુ હિંસા-હોમહવન આદિ મોક્ષના ઉપાયો નથી, આમ સર્વત્ર સાપેક્ષપણે જ વસ્તુ સ્વરૂપ છે. જૈનદર્શન વિના સઘળાં પણ દર્શનો કોઈને કોઈ બાબતમાં એકાન્ત માન્યતાવાળાં હોવાથી મિથ્યાવાદ છે. ફક્ત જૈનદર્શન જ જગતનું સ્વરૂપ જેવું છે તેવું સાપેક્ષતાપૂર્વક માનતું હોવાથી અને કહેતું હોવાથી સમ્યક્ છે. “સમ્યક્ત્વ ષસ્થાન ચઉપ્પઈ” નામના આ ગ્રંથમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ છ સ્થાનો જ સારી રીતે સમજાવ્યાં છે. ઉપાધ્યાયજી મહારાજશ્રી પછી થયેલા (વિક્રમ સંવત ૧૯૨૪ માં જન્મેલા અને ૧૯૫૭ માં