________________
આગમોદ્ધારક પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા.
છાણી = દીક્ષાની ખાણી'' આ કહેવતને અનુસારે (વડોદરા પાસેના) આ છાણી ગામમાં શેઠશ્રી શાન્તિલાલ છોટાલાલને ત્યાં ધર્મનિષ્ઠ એવાં તથા છ કર્મગ્રંથ સુધીનું સારુ ધામિક જ્ઞાન ધરાવનારા એવા સુશ્રાવિકા શ્રી મંગુબેનની રત્નકુક્ષીએ વિક્રમ સંવત ૨૦૦૦ના વૈશાખ સુદ બીજના, દિવસે પુત્રરત્નનો જન્મ થયો. આ બાળકનું નામ રાખ્યું અરૂણકુમાર.
માતા-પિતાના ધાર્મિક સંસ્કારો ઘણા જ હોવાથી બાળકને પણ એ જ સંસ્કારોની સાથે ઉચ્છેરણ કરતાં કરતાં વિક્રમ સંવત ર૦૧૧ના અષાઢ સુદ ૧૧, ગુરુવાર, તા. ૩૦/૬/૧૯૫૫ના રોજ જેના ધર્મનો સારો અભ્યાસ કરાવવાના આશયથી મહેસાણામાં ચાલતી શ્રીમદ્ યશોવિજયજી જેના સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ કરાવ્યો.
ત્યાં પાઠશાળામાં આ અરૂણકુમારે છ કર્મગ્રંથ સાર્થ તથા સંસ્કૃત બે બુક, પ્રાકૃતબુક વિગેરેનો પ્રાથમિક સારો અભ્યાસ કર્યો. સાથે સાથે સંગીત તથા પ્રભુભક્તિનાં કાવ્યોના અભ્યાસ સાથે આગળ વધતાં પંડિતજી શ્રી પુખરાજજી સાહેબ તથા અધ્યાપક શ્રી વાડીભાઈ સાહેબ તથા પંડિતજી શ્રી ધીરૂભાઈ સાહેબ પાસે જુદા જુદા વિષયોનો સારો અભ્યાસ કરવા સાથે આગળ વધ્યા.
વિ.સં. ૨૦૧૦માં શ્રી શીખરજી મહાતીર્થની મહાપ્રતિષ્ઠાના પ્રસંગે મહેસાણા પાઠશાળાના વિધાર્થીઓની સાથે બહુ જ ભક્તિભાવપૂર્વક તીર્થયાત્રા કરીને પાછા આવીને વિ. સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ના દિવસે આબુજી તીર્થમાં પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મ. સાહેબ તથા પૂ. ગણિવર્યશ્રી ધર્મસાગરજી મ.સા. તથા પૂ. મુનિશ્રી અભયસાગરજી મ.શ્રીની નિશ્રામાં વિમલવસહીના પવિત્ર અને ભવ્ય એવા જિનાલયના રંગમંડપમાં જ દીક્ષાનો સ્વીકાર કર્યો અને પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. સાહેબનું શિષ્યત્વ સ્વીકાર કર્યું. આ પ્રમાણે શ્રી અરૂણકુમાર પૂજ્ય શ્રી અભયસાગરજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે અશોકસાગરજીના નામે ઉદ્ઘોષિત થયા.
પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા.
પૂજ્ય પંન્યાસ ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. સા.