SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૭૭ પ્રતિબિંબ પડે છે. કાચ-સ્ફટિક આદિ નિર્મળ દ્રવ્યોમાં ઘટ-પટ આદિ પુદ્ગલદ્રવ્યોનું જ પ્રતિબિંબ પડી શકે છે પરંતુ અરૂપનું દ્રવ્યોનું પ્રતિબિંબ ક્યારેય ક્યાંય પડતું નથી. અરૂપી દ્રવ્યોનું પ્રતિબિંબ હોતું જ નથી. સત્ય હકિકત આમ હોવા છતાં જે સાંખ્યદર્શનના અનુયાયી લોકો અરૂપી એવા ચૈતન્યનો બુદ્ધિમાં સંક્રમ થાય છે. અરૂપી એવું આત્મગતચૈતન્ય બુદ્ધિમાં સંક્રમી શકે છે - પ્રતિબિંબિત થઈ શકે છે એવું માને છે તે સાંખ્યદર્શનના અનુયાયીને અમે પુછીએ છીએ કે જો આમ અરૂપી એવા ચૈતન્યનો બુદ્ધિમાં સંક્રમ થતો હોય તો આકાશ (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિ) વગેરે અરૂપી દ્રવ્યો પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત કેમ ન થાય? સારાંશ કે બુદ્ધિમાં અરૂપી દ્રવ્યો જે આકાશાદિ છે તેના ગુણો પણ સંક્રમિત થવા જોઈએ. હકીકતથી વિચારીએ તો બુદ્ધિ જ્ઞાન અને ઉપલબ્ધિ આ એક જ વસ્તુ છે આમાં ભેદ નથી. પરંતુ સાંખ્યોએ આ ત્રણ તત્ત્વોની વચ્ચે ભેદ માન્યો છે તેથી તેઓની આ કલ્પના યથાર્થ નથી. (૧) વિનિર્વિવાધિકાને કુદ્ધિ = અર્થાત્ ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનો જે આધાર તે બુદ્ધિ. . (૨) દ્રિવૃત્તિ રાનમ્ = અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા બુદ્ધિની વિષયાકારપણે પરિણતિ થવી તે જ્ઞાન. (૩) આત્તિનતાથી પ્રતિબિંબિત મુશ્વત્નિનતા સ્થાનીય મો: ૩પત્નવ્યિ = દર્પણ ની મલીનતાથી તેમાં પ્રતિબિંબિત થતી મુખની મલીનતા રૂપ જે ભોગ તે ઉપલબ્ધિ છે. સારાંશ કે ઘટ-પટ આદિ પદાર્થોનો પુરુષને થતો જે સંગ તે ઉપલબ્ધિ છે.
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy