________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૭૩
ટબો :- ચિત્-પ્રતિવિવરૂં વૃદ્ધિનિષ્ઠ મોળ છફ, તે સાક્ષાત્ आत्मानइ नथी, इम कहइ छइ, तेहनइ रूपी - अरूपीनो योग संभवइ नही । आकाश अरूपी जिम आदर्शइ प्रतिबिंब नथी । तिम बुद्धिमांहि चेतननो अवलंब न होइ ।
" गम्भीरं जलं " कहतां आकाशप्रतिबिंबइ नथी. गम्भीरपणुं ते जलधर्म छ । प्रतिबिंबस्वरूप देखाडी चित्-प्रतिबिंब ( कहइ છરૂ) ન હોફ, રૂસ્યુ હેફ ડ્ ॥૭॥
વિવેચન :- સાંખ્યદર્શન આવું માને છે કે બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિ એટલે પ્રકૃતિ નામનું તત્ત્વ છે. તે ઉભયમુખ દર્પણાકારવાળી છે. એટલે બુદ્ધિમાં જ સુખ-દુઃખાદિ સંસારનો ભોગ હોય છે. સંસારના સર્વ પ્રકારના ભોગો બુદ્ધિમાં જ થાય છે પુરુષમાં થતા નથી. પુરુષ તો નિરંજન-નિરાકાર છે પરંતુ પુરુષનું એટલે ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એટલે બુદ્ધિમાં રહેલું સુખ-દુઃખાદિનું કર્તૃત્વ પુરુષમાં-ચેતનમાં આરોપિત કરાય છે પરંતુ સાક્ષાત્ આત્માને ભોગ હોતા નથી. આમ સાંખ્યો કહે છે.
તેહને અમે કહીએ છીએ કે રૂપીમાં અરૂપીનું પ્રતિબિંબ પડે છે. આ વાત ઘટતી નથી, પ્રતિબિંબ પડે તેવો યોગ ઘટતો નથી. જેમ અરૂપી એવા આકાશનું પ્રતિબિંબ રૂપી એવા દર્પણમાં ક્યારેય થતું નથી. તેની જેમ અરૂપી એવા ચેતનનું પ્રતિબિંબ રૂપી એવી બુદ્ધિમાં ક્યારેય સંભવતું નથી.
“અહીં પાણી ઘણું ઉંડું છે” આવું જ્યાં બોલાય છે ત્યાં ઉંડાણ એ આકાશના પ્રતિબિંબના કારણે છે એમ તમે ભલે માનતા હો, પરંતુ તમારી આ માન્યતા બરાબર નથી. કારણ કે ઉંડાણ એ જલનો ધર્મ છે, આકાશનો ધર્મ નથી. તેની જેમ રૂપીનું જ પ્રતિબિંબ હોઈ શકે પરંતુ અરૂપી એવા ચેતનનું પ્રતિબિંબ ક્યારેય પણ ન જ હોઈ શકે. ૫૭૩ગા