________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૬૩ માયાજનિત છે તો માયા દૂર થયે છતે તેના કાર્યસ્વરૂપ અર્થાત તેના વિસ્તારસ્વરૂપ પ્રપંચ કેમ ટકે ? અને જે તે પ્રપંચ ટકે છે તો તેને પરમાર્થે પદાર્થ છે આમ કેમ ન કહેવાય? અને આ માયા છે આમ કેમ કહેવાય? Il૬૮
ટબો:- પણ તે નિનિક નવિ જીરૂ, તે ચાર વિના सर्व जुठी, ते विना स्वमतनिर्वाह न थाइ । खारइं जलइं तृषा न भाजइं, तिम स्याद्वाद विना कांक्षा न टलइ जो वेदान्तनइं मतिं सर्व मायाजनित प्रपंच छइ, तो माया मिट्यइ, तत्कार्यअंग किम रहइ ? । जो रहइ तो, अंग पारमार्थिक ज थाइ । व्यावहारिक किम कहिइं II૬૮.
વિવેચન :- પોત પોતાના માનેલા નય-મતની માટેની આ અન્યદર્શનકારોની સર્વ રૂચિ સ્યદ્વાદને સ્વીકાર્યા વિના જુઠી છે આમ જાણવું. કારણ કે સ્યાદ્વાદમાર્ગ સ્વીકાર્યા વિના યથાર્થ માર્ગ હાથ લાગતો જ નથી. તેથી તેવા લોકોએ મનમાની કલ્પનાઓ કરીને જગતનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કર્યો છે જે સર્વથા મિથ્થારૂપ છે. સ્યાદ્વાદનો આશ્રય કર્યા વિના એટલે કે સ્યાદ્વાદ સ્વીકાર્યા વિના પોત પોતાના મતનો નિર્વાહ થઈ શકતો નથી. એટલે કે સ્યાદ્વાદ માન્યા વિના એકાન્તવાદ માત્ર સ્વીકારવામાં દોષો જ આવે છે. પોતે માનેલા કોઈપણ એકાન્તવાદથી જગતના સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. જેમ ખારા પાણીથી તૃષા (તરસ) છીપતી નથી તેમ સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ સ્વીકાર્યા વિના તત્ત્વ જાણવાની આકાંક્ષા-ઈચ્છા ટળતી નથી. આકાંક્ષા દૂર થતી નથી. સંતોષ મળતો નથી. દોષો જ આવે છે. મન અશાન્ત જ રહે છે.
વેદાન્તદર્શનકારના મતે જો સર્વ માયાજનિત જ આ પ્રપંચ છે એટલે કે આ જગતનું બધું જ સ્વરૂપ જે દેખાય છે તે સઘળુંય જો માયામાત્રથી જ બન્યું હોય તો જ્યારે માયા દૂર થાય ત્યારે તે માયાના