________________
ॐ नमो श्री वीतरागाय
श्री सरस्वत्यै नमः
॥ सकलपण्डितशिरोमणि महोपाध्यायश्री १९ श्रीजसविजयगणिगुरुभ्यो नमः ॥ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-પરમ પૂજ્ય ઉપાધ્યાયજી
શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત
સમ્યક્ત્વ પ્રસ્થાન થપ્પઈ
(સરળ અને સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન સાથે)
બાલાવબોધનું મંગલાચરણ :
ऐन्द्रश्रेणिनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् । सम्यक्त्वस्थानषट्कस्य भाषेयं टिप्यते मया ॥१॥
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે “ઇન્દ્રોની પંક્તિથી નમસ્કાર કરાયેલા અને તત્ત્વભૂત અર્થોની દેશના કરનારા એવા વીરભગવન્તને (મહાવીરસ્વામી પરમાત્માને) નમસ્કાર કરીને ‘સમ્યક્ત્વગુણનાં ૬ સ્થાનોનું વર્ણન કરનારી' આ ભાષા = ૬ સ્થાનનું વર્ણન કરનારું આ વિવેચન મારા વડે કરાય છે.’’
આ પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને વંદના કરીને સમ્યક્ત્વના ષડ્થાનનું સંક્ષેપમાં મારા વડે (ઉ. યશોવિજયજી વડે) ગુજરાતી ભાષામાં વિવેચન કહેવાય છે. ॥૧॥
સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાયમાં સમ્યક્ત્વના ૬૭ બોલ અર્થાત્ ૬૭ લિંગ (સમ્યક્ત્વના ધર્મો-ચિહ્નો) દર્શાવવામાં આવ્યાં છે તે