________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ઉત્તર ઃઉપર કહેલા વિરોધનો પરિહાર કરતાં એટલે ઉપરોક્ત વિરોધનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે કાળના ભેદથી જો શુદ્ધાશુદ્ધપણું લેશો તો કોઈ પણ જાતનો વિરોધ આવશે નહીં. એકની એક વસ્તુ કાલના ભેદથી શુદ્ધ-અશુદ્ધ એમ બન્ને પ્રકારની હોય છે. જેમકે એક જ ભૂતલ (પૃથ્વી) છે, પરંતુ જ્યારે તેમાંથી ઘડો બનાવતા હો, ત્યારે તે માટી ઘટ બનવાના સ્વાભાવવાળી છે અને અન્ય કાળે (જ્યારે તમે તેમાંથી ઘટ ન બનાવતા હો ત્યારે) અઘટ સ્વભાવવાળી પણ છે. આ રીતે માટી જેમ ઘટ-અઘટસ્વભાવવાળી કાળભેદે સંભવે છે તેમ આત્માનો પણ શુદ્ધાશુદ્ધ એમ બે પ્રકારનો સ્વભાવ કાલભેદે માનવામાં કોઇ પણ જાતનો વિરોધ આવતો નથી.
૧૪૪
અન્ય દર્શનકારો ભૂતલ ઉપર ઘટ હોય ત્યારે અને ઘટ ન હોય ત્યારે ભૂતલનો ઘટભાવની સાથે અને ઘટાભાવની સાથે સંબંધ છે આમ માને છે. ભૂતલ ઘટભાવ સાથે સંબંધવાળું છે અને તે જ ભૂતલ બીજા કાલે ઘટાભાવ સાથે સંબંધવાળું છે તેને જ અમારી દૃષ્ટિએ ભાવા-ભાવરૂપ ઉભયસ્વભાવરૂપ મિશ્રસ્વભાવવાળું ભૂતલ છે એમ અમે જૈનો કહીએ છીએ. હકીકતથી જો વિચારીએ તો એક જ ભૂતલમાં કાળભેદે ઉભયસ્વભાવ વર્તે જ છે.
એટલું જ નહીં પણ માટીનો ઘટ ભૂતલ ઉપર પડેલો હોય ત્યારે તે જ ભૂતલ માટીના ઘટની અપેક્ષાએ ઘટવાળું અને ત્રાંબાના કે ચાંદીના ઘટની અપેક્ષાએ ઘટાભાવવાળું પણ છે.એમ એક જ કાળે પણ દ્રવ્યના ભેદથી ભાવાભાવ ઘટી શકે છે. આમ સર્વત્ર સ્યાદ્વાદયુક્ત વચનો જ યથાર્થ જાણવાં. ॥૬॥
કેવલશુદ્ધ કહઈ શ્રુતિ જેહ, નિશ્ચયથી નહિ તિહાં સંદેહ તે નિમિત્તકારણ નવિ સહિ,
ચેતન નિજગુણ કરતા કહઈ ||૧||