________________
૧૧ ૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જ્યારે કૈવલ્ય નામનો ત્રીજો ગુણો પ્રાપ્ત થાય છે ત્યારે આ આભાસ પણ ટળી જાય છે. જગના પ્રપંચનું જ્ઞાન માત્ર પણ ટળી જાય છે અને નિષ્મપંચ (એટલે જગતના પ્રપંચ વિનાનું) કેવળ એકલું પરમ બ્રહ્મસ્વરૂપ ચિન્માત્રની (યથાર્થ જ્ઞાનની) હયાતિ જણાય છે.
અભિધ્યાન નામનો પ્રથમ ગુણ આવવાથી આ જગતું યથાર્થપારમાર્થિક છે. આ ભ્રમ જે છે તે ટળી જાય છે. ત્યારબાદ યોજના નામનો બીજો ગુણ આવવાથી આ જગતુ વ્યાવહારિક છે. ઔપચારિક છે. આવો ભ્રમ પણ ટલી જાય છે અને આભાસમાત્ર રૂપે બોધ રહે છે અને કૈવલ્ય નામનો ત્રીજો ગુણ આવવાથી આ આભાસ = ભ્રમમાત્ર પણ ટળી જાય છે અને કેવળ એક બ્રહ્મસ્વરૂપ આ આત્મા છે, એ જ સાચું તત્ત્વ છે. આવું શુદ્ધ યથાર્થજ્ઞાન પ્રાપ્ત થાય છે.
એટલે (૧) અભિધ્યાનથી, (૨) યોજનથી અને (૩) કૈવલ્યની પ્રાપ્તિથી સાચુ યથાર્થ તત્ત્વજ્ઞાન થવાના કારણે આ જીવ આખુંય આ વિશ્વ સાચું છે. આવી માયામાં જે ફસાયો હતો. તેમાંથી અત્યન્ત નિવૃત્તિ પામે છે અને આ આત્મા કેવળ બ્રહ્માત્મા સ્વરૂપ છે. આમ સમજે છે. આ પ્રમાણે વેદશાસ્ત્રો કહે છે અને તે વાત આ જીવને બરાબર સમજાય છે અને આ જીવ એમ માનતો થઈ જાય છે. I૪all જીવનમુગત લહ્યો નિજધામ, તેહસિં કરણીનૂ નહિ કામા જિહાં અવિધા કરણી તિહાં, વીસામો છઈ વિધા જિહાં II૪ઢા
ગાથાર્થ :- તત્ત્વજ્ઞાનથી પૂર્વસંચિત કર્મોને તોડીને આ જીવ જ્યારે જીવનમુક્ત અવસ્થાને પામે છે ત્યારે પોતાના આત્માનું તેજ પ્રગટ થાય છે ત્યારે હવે કોઈપણ પ્રકારની (મ)કરણી કરવાની જરૂર રહેતી નથી. જ્યાં સુધી અવિદ્યા હોય છે ત્યાં સુધી ધર્મકરણી હોય છે પરંતુ જ્યાં