________________
૧૦૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ અને સર્પપણાનો જે ભ્રમ થાય છે તે તે ખોટું જ્ઞાન થાય છે. અર્થાત્ ભ્રમજ્ઞાન છે. કારણ કે તે વાસ્તવિકપણે છીપ અને દોરડું જ છે. કંઈ રજત અને સાપ નથી જ, તેમ જે આ જગતું દેખાય છે તે સઘળું ય ભ્રમસ્વરૂપ છે, વાસ્તવિક નથી. પરંતુ બ્રહ્મ એ જ એક સત્યતત્ત્વ છે તેમાં જગત્ પ્રપંચનો ભ્રમ થાય છે.
પ્રશ્ન :- રજત અને છીપ, તથા સર્પ અને રજુ આ બન્ને વસ્તુઓ સમાન હોવાથી ભ્રમ થવાનો સંભવ છે. જ્યાં સમાનતા હોય, ત્યાં ભ્રમ થાય, પરંતુ બ્રહ્મા અને જગપ્રપંચ આ બંને વસ્તુઓ વચ્ચે સમાનતા (સાદેશ્ય) નથી. તો ત્યાં ભ્રમ કેવી રીતે થાય?
ઉત્તર :- આવી શંકા ન કરવી. કારણ કે જ્યાં સાદશ્ય હોય ત્યાં જેમ ભ્રમ થાય છે તેમ જ્યાં સાદૃશ્ય ન હોય ત્યાં પણ ક્યારેક ભ્રમ થાય છે. જેમકે આકાશમાં કોઈ રંગ નથી, અરૂપી દ્રવ્ય છે તો પણ તેમાં આસમાની કલર (નીલવણ)નો ભ્રમ થાય છે. માટે જ્યાં સાદૃશ્ય ન હોય ત્યાં પણ ભ્રમજ્ઞાન થાય છે. તેવી રીતે અહીં પણ બ્રહ્મા અને જગત્મપંચમાં સાદેશ્ય નથી. તો પણ ત્યાં સત્ય એવો બ્રહ્મ જણાતો નથી અને જગત્રપંચ જે જણાય છે આ ખોટો ભ્રમ છે. માટે આવો ભ્રમ પણ થાય છે.
સારાંશ કે બ્રહ્માત્મા એ જ સત્ય તત્ત્વ છે. તેને કર્મનો લેપ થતો નથી. જો આવા પ્રકારના ઉત્તમ તત્ત્વભૂત બ્રહ્મસ્વરૂપ આત્મતત્ત્વને કર્મનો લેપ લાગે તો તે લેપ ઘણી મહેનત કરવા છતાં પણ ક્યારેય દૂર ના થાય. કારણ કે આત્મતત્ત્વ ધ્રુવ એક દ્રવ્ય છે. તેથી તેનો લેપ સદા એમને એમ જ રહે. ક્યારેય પણ કોઈનો લેપ દૂર થાય જ નહીં. માટે જગત્મપંચનો જે ભ્રમ થાય છે તે મિથ્યા છે. તેનો ભ્રમ જેને વિષે થાય છે તે બ્રહ્માત્મા એ જ એક સાચું તત્ત્વ છે. ૩૮