________________
શ્રી સિદ્ધિ-ભદ્ર-વિલાસ-કારસૂરિભ્યો નમઃ
આવકાર
___F
- આ. મુનિચન્દ્રસૂરિ
સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર રચિત “સમ્યક્ત્વ ષસ્થાન ચઉપ્પઈ”નું પં. શ્રી ધીરુભાઈ દ્વારા સરળ ગુજરાતી ભાષામાં વિવેચન સાથે પ્રકાશન થઈ રહ્યું છે તે આનંદનો વિષય છે.
ધર્મસંગ્રહ'ના આ.ભ. ભદ્રંકરસૂરિ મ.ના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં પં. ભદ્રંકરવિજયજી ગણિવરે લખેલ કે આજનો યુગ અનુવાદનો યુગ છે. એ જ લયમાં કહેવું હોય તો આજનો યુગ વિવેચનનો યુગ છે એમ પણ કહી શકાય.
આજે નાના-મોટા અનેક ગ્રંથોના વિવેચનો અનેક વિદ્વાનો દ્વારા રચાતા રહે છે. પ્રગટ થતા રહે છે. ખરેખર, અભ્યાસ કરવા માટે આજનો યુગ ‘સુવર્ણયુગ’ છે.
પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ જોતાં આ ગ્રન્થનું નામ નયપ્રસ્થાન ષસ્થાનક' એવું ગ્રંથકારશ્રીને અભિપ્રેત હોય એવું જણાય છે.
અત્યારે એના પ્રચલિત નામોમાં સમકિતનાં છ સ્થાનની ચોપાઈ’ ‘સમ્યક્ત્વ ચોપાઈ’ ‘ષસ્થાનક સ્વાધ્યાય' જેવા નામો પણ ગણાવી શકાય.