________________
ગાથા ૧૧
ઉપરની ચર્ચાથી જોઈ શકાશે કે જેના દર્શન પરિણામવાદી છે, તેથી તેને મતે બંધ અને મોક્ષ એ બંને ચેતનની કાલભેદે
થતી વાસ્તવિક અવસ્થાઓ છે. બંધ અને આત્મા અને કર્મના પર મેક્ષ એ બન્ને પરસ્પર વિરોધી છતાં સ્પર અસરકારક સંબંધનું પરસ્પર સાપેક્ષ એવાં પરિણમે છે. જો બીજી ભૂમિકાને અનુ. ચેતનમાં બંધ વાસ્તવિક ન હોય તો તેમાં સરી ઉપપાદન મેક્ષને વિચાર જ અસ્થાને છે અને જે
ચેતનમાં મોક્ષની સ્થિતિ માનવાની હોય તો તે પહેલાં તેમાં બંધનું વાસ્તવિકત્વ હોવું જ જોઈએ. આ વસ્તુસ્થિતિ જૈન દર્શન ન્યાયશેષિક આદિની પેઠે સ્વીકારે છે. એ માન્યતાને અનુસરી ગ્રંથકારે આત્મા અને કર્મના પરસ્પર સંબંધનો વિચાર કર્યો છે. ગ્રંથકાર કહે છે કે આત્મા ભલે તત્ત્વતઃ અમૂર્ત હોય છતાં તે મૂર્ત એવાં પગલિક દ્રવ્યોને રાગ, દ્વેષ, અજ્ઞાન જેવી વૃત્તિઓને કારણે પિતામાં ગ્રહે છે અને એ પુદ્ગલોને સ્વભાવ પણ એ છે કે તે મૂર્ત હોવા છતાં અમૂર્ત ચેતનથી ગ્રહાય છે. બન્નેને સંયોગ-સંબંધ અજ્ઞાન ને રાગદ્વેષ જેવી વૃત્તિઓને લીધે એવો થાય છે કે ચેતન પિલાં પુદ્ગલ દ્રવ્યોને વિશિષ્ટ રૂપમાં પરિણમાવી પિતામાં આત્મસાત્ જેવાં કરે છે અને એ પુદ્ગલ દ્રવ્યોમાં પણ એવી શકિત ઉદ્દભવે છે કે તે યથાસમયે ચેતન પર સુખ-દુ:ખ આાદ જેવા ભાવ જન્માવે છે. આ વાદને વધારે સમજવા માટે જુઓ વેદાન્ત-સિદ્ધાન્ત-સૂકિતમંજરી-૨. ૪૫ અને તેની ટીકા. જો કે દષ્ટિ-સૃષ્ટિવાદ કેવલાદ્વૈત વેદાન્તીઓએ સ્વીકારેલા છે, અને તે વિજ્ઞાનવાદી જેવા બૌદ્ધોને પણ પોતાની રીતે માન્ય છે, છતાં અમે સાંખ્ય-ગની ત્રીજી ભૂમિકામાં પણ તેવા વાદને ભાસ કહ્યો છે તે માત્ર એટલા જ અર્થમાં કે સાંખ્ય અને વેગ કુટસ્થનિત્ય ચેતનતવમાં સુખદુઃખ આદિ વૃત્તિઓ વાસ્તવિક ન માનતાં માત્ર ઉપચરિત અને તેથી જાન્ત માને છે, અને નહિ કે પ્રકૃતિનાં પરિણામોના અર્થમાં, કેમ કે તે પરિણામે તે વાસ્તવિક જ છે.