________________
ગશતક
કર્યું છે. પ્રશ્ન એ ઊઠે છે કે મૂર્ત જડથી ચેતન તત્વ કે આત્મતત્ત્વ તદ્દન જુદું અને ભિન્ન લક્ષણવાળું છે. તે આકાશની પેઠે અમૂર્ત-અરૂપી પણ મનાયેલું છે. આવા અમૂર્ત તત્ત્વને મૂર્ત અને જડ એવા કર્મતત્ત્વ સાથે પરસ્પર અસર ઉપજાવે એ સંબંધ કેવી રીતે સંભવે ? મૂર્તને મૂર્ત સાથે અસરકારક સંબંધ ક૯૫નામાં અને અનુભવમાં આવે છે, પણ મૂર્ત અને અમૂર્તાને સંબંધ પરસ્પર અસર ઉપજાવી શકે એ વાત તરત ધ્યાનમાં ઊતરતી નથી. તેથી જ આ બાબત દાર્શનિકોમાં મતભેદ છે. દા. ત. ચિંતન તત્વને અમૂર્ત તેમજ ફૂટસ્થનિત્ય માનનાર સાંખ્ય યોગ આદિ દશને તેને જડ પ્રકૃતિની અસર વિનાનું જ માને છે. તેઓ પ્રકૃતિ અને ચેતન પુરુષ બે તત્ત્વનું સંનિધાન કે સામીપ્ય
સ્વીકારે છે, પણ એમ માને છે કે ચેતન અમૂર્ત તેમજ ફૂટસ્થનિત્ય હૈઈ તેના ઉપર પ્રકૃતિ કઈ સારી-નરસી અસર પાડી શકે નહિ. આવી માન્યતાને લીધે ઉપર કહેલા પ્રશ્ન વિશે દાર્શનિક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે ને તે ગ્રંથકારે વિચાર્યું પણ છે.
મોક્ષ પુરુષાર્થની માન્યતા અસ્તિત્વમાં આવી ત્યારથી આત્માના સ્વરૂપની માન્યતાએ પણ જુદે જુદો વળાંક લીધે છે.
મોક્ષ પુરુષાર્થને વિચાર સ્પષ્ટપણે અસ્તિત્વઈતિહાસ અને વિકાસ- માં ન આવ્યો હોય તે વખતે ચિંતકો કમની દૃષ્ટિએ તત્વચિં- ચૈતન્યના સ્વરૂપ વિશે જે ધારણાઓ સેવતા તનની ચાર ભૂમિકાઓ હોય તે મોક્ષને વિચાર અસ્તિત્વમાં આવ્યા
પછી કદી એ રૂપમાં રહી ન જ શકે. ભારતીય તત્વજ્ઞાનના ઇતિહાસમાં મોક્ષના વિચારનું પ્રકરણ (પછી તે ગમે તેટલું પ્રાચીન હોય છતાં) અમુક સમયે જ સ્પષ્ટ આકાર લે છે. આ બાબત ધ્યાનમાં રાખી ઐતિહાસિક અને તાત્વિક રીતે અહીં વિચાર કરીએ તો જ ગ્રંથકારના કથનનું ખરું હાર્દ કાંઈક પકડી શકાય.