________________
યોગશતક
બધી શક્તિ હોવા છતાં એના એ કાર્યની ક્રમે ક્રમે પ્રગતિ થાય છે. આ વસ્તુ અનુભવસિદ્ધ છે. પણ એકલું જવબીજ ગમે તેવું સમર્થ હોય છતાં પોતાનાં બધાં કાર્યો થગ્ય સહકારી મળે તે જ સાધી શકે છે. યોગ્ય સહકારીઓમાં બીજ ઉગાડવા માટે જમીન, હવા, પાણી આદિ સાધને ઉપરાંત ખેડાણ અને એનાં ઓજારો પણ જોઈએ. વળી બીજની પરીક્ષા કરનાર, તેને વાવનાર, સંભાળનાર એવો ખેડૂત પણ જોઇએ. આ રીતે જવને પાક આણવાની શક્તિ જવબીજમાં હોવા છતાં તેને પિતાનું ફળ આણવામાં યોગ્ય ઉપાય અને અધિકારીની પણ અપેક્ષા છે. આ તે એક જ દાખલ છે. દુનિયાની સ્થળ ને સૂક્ષ્મ બધી કાર્યકારણભાવની પરંપરામાં આ જ નિયમ દેખાય છે. ગ્રંથકાર સામાન્ય અનુભવને અનુસરી કહે છે કે યોગમાર્ગની બાબતમાં તે એ. નિયમ સવિશેષ વિચારવા યોગ્ય છે, કારણ કે યોગ અને તેના માર્ગો એ આધ્યાત્મિક હાઈ સૂક્ષ્મ છે.
અધિકારી અધિકાર અને અધિકારીનું કથન अहिगारी पुण एत्थं विन्नेओ अपुणबंधगाइ त्ति । तह तह नियत्तपयई अहिगारोऽणेगभेओ ति ॥ ९॥ अनियत्ते पुण तीए एगते णेव हंदि अहिगारो। तप्परतंतो भवरागओ दढं अणहिगारि त्ति ॥ १० ॥
અર્થ—અહીં ગમાર્ગમાં અપુનર્ધધક આદિને અધિકારી જાણવા અને અધિકાર પણ કર્મપ્રકૃતિની નિવૃત્તિક્ષપશમ આદિની સ્થિતિ પ્રમાણે અનેક પ્રકાર છે. (૯)
જે કર્મપ્રકૃતિ નિવૃત્ત થઈ ન હાય અર્થાત્ એના બળનો આવશ્યક ઘટાડે થયેલ ન હોય તે અધિકાર એક્કસપણે