________________
५९
યેાગમીજ રૂપે અને યાગશતકમાં લૌકિકધરૂપે ચર્ચાયેલ છે. યાગવિ‘શિકામાં વિકસિત દશાનું જ વર્ણન હોઈ પૂર્વસેવાને અવકાશ નથી. પૂર્વ સેવા શબ્દના પ્રયાગ અને તેમાં કરાયેલ ગુરુ, દેવ આદિનું પૂજન વગેરે વિષયાના સમાવેશ-આ બંને ખાખતા જૈન પર પરામાં આ. હરિભદ્રની જ આગવી છે.
ત્રીજા મુદ્દામાં યાગાધિકારીઓના જુદાં જુદાં વર્ગીકરણેાના સમાવેશ થાય છે. યાગબિંદુ, યાગશતક અને યોગવિ`શિકામાં આવતું અપુનર્બંધક આદિનું વર્ગીકરણુ એક જ પ્રકારનું છે, જે પૂર્વથી જૈન પર પરામાં ચાલ્યું આવે છે, પરંતુ યેાગદષ્ટિસમુચ્ચયગત ત્રણે વર્ગીકરા (૧. આઠ દૃષ્ટિએનું, ૨.ઇચ્છા-શાસ્ત્ર-સામર્થ્ય યાગ, ૩. ગાત્ર, કુળ આદિ યાગી) અને તેની પરિભાષા તેા આ. હિ૨ભદ્રે જ સપ્રથમ યાયાં છે. એ જ રીતે વિષ, ગર આદિ અનુષ્ઠાનના ભેદે (યાબિંદુ) તેમજ પ્રીતિ, ભક્તિ આદિ સદનુષ્ઠાનના ભેદે (યાગવિશિકા ને લેં।ડશક) પણ આ. હરિભદ્રના જ આગવા છે.
ચેાથા મુદ્દા પરત્વે પણ આપણને નવાં વર્ગીકરણેા ને નવી પરિભાષા આ. હરિભદ્રમાં મળે છે. યાગબિંદુગત અધ્યાત્મ, ભાવના આદિ યાગભેદ્યાનું અને યાગવિશિકાગત સ્થાન, ઊ આદિ યેાગભેદેનું વર્ગીકરણ સૌથી પ્રથમ આ. હરિભદ્રે જ કર્યું છે.
આ ઉપરથી જોઈ શકાશે કે આ. હરિભદ્રે પર પરાગત પરિભાષાના ઉપયાગ બને એટલા એ કરી યાગમાને અનુરૂપ એવી સસાધારણ નવી પરિભાષામાં જૈનપર પરાપ્રસિદ્ધ આધ્યાત્મિક વિકાસક્રમનું યાગરૂપે નિરૂપણ કરવામાં પહેલ કરી છે. એમની આ વિશેષતા તેા છે જ, પણ એથી ય વધારે ધ્યાન ખેંચે એવી એમની વિશેષતા ચા મૌલિકતા તે! દનાન્તરગત યાગવિષયક સિદ્ધાંતા તેમજ પરિભાષાની જૈન સિદ્ધાંત ને પરિભાષા સાથે તેઓએ કરેલ તુલના ને સમન્વયવ્રુત્તિમાં દેખાય છે. આના કઈક ખ્યાલ નીચેનાં ઉદાહરણા પરથી આવી શકશે.