________________
જ પ્રાપ્ત ભૂમિકાથી ઉપલી ભૂમિકાએ ચડવું હોય તે સાધકે શું કરવું એ દર્શાવતાં આ. હરિભદ્ર કેટલાક સર્વસાધારણ નિયમ તેમજ અમુક બાહ્ય અને આંતર ઉપાયો ગાથા ૩૮ થી ૫૦ સુધીમાં વર્ણવે છે, જેમ કે, પોતાના સ્વભાવના આલોચનથી, લોકવાયકાના જ્ઞાનથી અને શુદ્ધ યોગના વ્યાપારથી પ્રવૃત્તિના ઊચત અનુચિતપણને વિવેક કરો; પિતાનાથી ચડિયાતા ગુણવાળા સાથે સહવાસ કરવો તેમજ ઉત્તરગુણાનું બહુમાન, સંસારસ્વરૂપ તથા રાગદ્વેષાદિ દોષનું ચિંતન જેવા આંતર ઉપાયને અને ભયાદિરૂપ અકુશલકર્માદિના નિવારણ અથે ગુરુશરણ, તપ આદિ જેવા બાહ્ય ઉપાયોને આશ્રય લે. આમાંના નિજસ્વભાવાચન, જનવાદ આદિ જેવા કેટલાક ઉપાયોને યોગબિન્દુગત અધ્યાત્મનિરૂપણમાં નિર્દેશ છે.૧ યોગસાધનાના આ ઉપાયોને આશ્રય વિકસિત ભૂમિકામાં પ્રવર્તતા સાધકોએ લેવાને છે, નવશિખાઉ તે મૃતપાઠ, તીર્થસેવન જેવા સ્થળ ઉપાયોને પ્રથમ આશ્રય લેવા કહ્યું છે (ગા. ૨૧-પર). શાસ્ત્રના અર્થનું જ્ઞાન થયા બાદ તેણે રાગ, દ્વેષ, મોહ જેવા અંતર્ગત દેને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવું એમ સૂચવ્યું છે. વળી ચિત્તસ્થય સાધવા રાગાદિ દેના વિષય અને પરિણામેને એકાંતમાં કેમ ચિંતવવા એનું વિસ્તૃત વર્ણન ગાથા ૫૯ થી ૮૦ માં આપવામાં આવ્યું છે. આટલી ચિંતનની બાબતે નિરૂપ્યા બાદ ગ્રંથકાર તે સદ્દવિચારને અનુરૂપ સાધકની આહારાદિ ચર્ચા કેવી હોવી જોઈએ તેનું ટૂંક નિરૂપણ કરે છે, જેમાં મુખ્યપણે સર્વસંપકરી ભિક્ષાનું સ્વરૂપ દર્શાવ્યું છે (ગા. ૮૧-૮૨).
આ રીતે ચિંતન ને આચરણ કરતાં સાધક અશુભ કર્મને ક્ષય કરે છે અને સાનુબંધ અર્થાત્ ઉત્તરોત્તર ફલદાયી એવા શુભ કર્મને બાંધી કમે મુક્તિ પામે છે (ગા. ૮૩-૮૫).
૧. જુઓ યોગબિંદુ ોક ૩૮૯ થી.