________________
અંત સુધીની ભૂમિકાને કર્મમળને તારતમ્ય અનુસાર આઠ ભાગમાં વહેંચી તેને આઠ યોગદષ્ટિઓ કહેવામાં આવી છે. તેનાં નામ આ છે: ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીકા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા, ૮. પરા (લો. ૧૩). આ વિભાગ અનુક્રમે પાતંજલદર્શનપ્રસિદ્ધ યમ, નિયમ, આદિ આઠ યોગાગેને આધારે તેમજ ખેદ, ઉદ્વેગ આદિ બૌદ્ધપરંપરાપ્રસિદ્ધ આઠ પૃથફજનચિત્તોના અર્થાત્ દેનાર પરિવારને આધારે અને અદ્વેષ, જિજ્ઞાસા આદિ આઠ યોગગુણના પ્રાકટયને આધારે કરવામાં આવ્યો છે (લે. ૧૬). આ આઠ ભૂમિકામાં વર્તતા સાધકના સ્વરૂપનું ત્યારબાદ વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. યોગને ક્રમિક વિકાસ દર્શાવતી આ આઠ દૃષ્ટિઓ પિકી પહેલી ચાર
ગની પ્રારંભિક અવસ્થામાં હોય છે. એમાં મિથ્યાત્વને અપ અંશ હોઈ તે પ્રતિપાતી-અસ્થિર, સાપાય-સદોષ ને અવેધસંવેધપદવાળી છે, જ્યારે છેલ્લી ચારમાં મિથ્યાત્વને અભાવ હોઈ તે સ્થિર, નિરપાય છે અને વેધસંવેદ્યપદ નામે ઓળખાય છે(લે. ૧૯, ૬૭, ૭-૫).
1. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ (. સૂ ૨. ૨૯).
૨. ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, ન્ (રોગ) અને આસંગ. વિસ્તાર માટે જુઓ દશક ૧૪, શ્લોક ૨ થી ૧૧.
૩. અષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ. જ પડશક ૧૬, ૧૪.
૪. જેમાં બાહ્ય વેદ્ય વિષયને યથાર્થ સ્વરૂપે સંવેદી કે જાણી શકાય નહિ તે અદ્યસંવેદ્યપદ.
૫. જેમાં વેદ્ય વિષયનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય અને તેથી તેમાં અપ્રવૃત્તિબુદ્ધિ ઊપજે તે વેધસંવેદ્યપદ. | પહેલી ચારમાં ૧લું ગુણસ્થાન, પાંચમી ને છઠ્ઠીમાં ૪-૫-૬ ગુણસ્થાન, સાતમીમાં ૭-૮ ગુણસ્થાન અને છેલ્લીમાં ૮ થી ૧૪ ગુણસ્થાન