________________
અશુભ ભાવની નિવૃત્તિ અને જ્ઞાન આદિ જેવા શુભ ભાવની પુષ્ટિ થાય છે. ૩. ભાવના કરતાં કરતાં ચિત્તને સૂક્ષ્મ ઉપયોગપૂર્વક કઈ એક પ્રશસ્ત વિષય પર એકાગ્ર કરવામાં આવે એ ધ્યાનયોગ. એનાથી ચિત્તસ્થય તથા ભવકારણોને વિચ્છેદ સધાય છે. ૪. અવિધા કપિત એવી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે વિવેકપૂર્વક તટસ્થતા કેળવવી એ સમતા. એનાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમજ સૂક્ષ્મ કર્મને ક્ષય થાય છે. ૫. વિજાતીય દ્રવ્યથી ઉદ્દભવેલ ચિત્તની વૃત્તિઓને જડમૂળથી નાશ કરે એ વૃત્તિસંક્ષય. એ સધાતાં તરત જ કેવળજ્ઞાન ને તત્પશ્ચાત મોક્ષ પ્રાપ્ત થાય છે (લો. ૩૫૮-૬૭).
ભાવશુદ્ધિને વિકાસ સાધતાં સાધતાં ચારત્રી પહેલી ત્રણ ભૂમિકાઓને વટાવી, એથી સમતાને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ-આરૂઢ બને છે. ત્યારબાદ તે અલ્પકાળમાં જ વૃત્તિસંક્ષય સાધે છે. આ પાંચ યોગભૂમિકાઓ પિકી પહેલી ચારને આ. હરિભદ્ર પતંજલિસંમત સંપ્રજ્ઞાતસમાધિ સાથે અને છેલ્લીને અસંપ્રજ્ઞાત સાથે સરખાવે છે (લે. ૪૧૯-૨૧).
૧. અહીં એક બાબત નોંધવી જરૂરી છે. તે એ કે આ. હરિભદ્રને અનુસરી ઉ. યશોવિજયજી પોતાની યોગાવતારબત્રીશી (લો. ૨૦)માં અધ્યાત્મ આદિ પાંચ ગભેદે પૈકી પ્રથમના ચારમાં સંપ્રજ્ઞાતને અને છેલા વૃત્તિ સંક્ષયમાં અસંપ્રજ્ઞાતને ઘટાડે છે, છતાં તેઓ જયારે પાતજલ યોગશાસ્ત્ર (૧, ૧૮) ૫૨ વૃત્તિ લખે છે ત્યારે અસંપ્રજ્ઞાતની પેઠે સંપ્રજ્ઞાતને પણ વૃત્તિ સંક્ષય નામના પાંચમા ભેદમાં ઘટાવે છે. આમાં તેઓ વૃત્તિ સંક્ષયનો અર્થ ગબિંદુમાં કરાયેલ અર્થ કરતાં વધારે વિસ્તારી વૃત્તિ સંક્ષયનું ફલક ચોથા ગુણસ્થાનથી ચૌદમા સુધી વિસ્તરે છે. સાથે જ તેઓ બારમા ગુણસ્થાન સુધી પ્રાપ્ત થતા પૃથકત્વવિતર્કસવિચાર અને એકત્વવિતર્ક-અવિચાર નામના બે શુકલધ્યાનમાં સંપ્રજ્ઞાતોગનો અર્થ ઘટાવે છે, જે પાતંજલ યોગશાસ્ત્રમાં આવતી ચાર સમાપત્તિઓ સાથે સરખાવતાં બરાબર બંધબેસે છે. (જઓ હિંદી ચોથા કર્મગ્રંથની