________________
તેમજ વર્ગીકરણને કાંઈક ભેદ હોવા છતાં પાયાની એકતા કેવી રહેલી છે તે સમજાય. ગમે તે પરંપરાને અવલંબી સાધક સાધના કરતો હોય, પણ જે તેની દૃષ્ટિ ખરી આધ્યાત્મિક હોય તો તેને સાધનાકાળમાં થતી ચિત્તની કે આત્માની ઉત્ક્રાંતિને અનુભવ એકસરખે જ થવાને અને ધ્યાનની જુદી જુદી અવસ્થાઓ પણ એકસરખી રીતે જ અનુભવમાં આવવાની. આ વસ્તુને પુરાવા ઉપર સૂચવેલ ત્રણે પરંપરાઓના પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. દા. ત. સાંખ્યયોગ પરંપરામાં ચાર સંપ્રજ્ઞાત અને પાંચમી અસંમજ્ઞાત એવી ઉત્કાતિગામી ભૂમિકાઓ તેમજ સવિતર્ક, સવિચાર, નિર્વિતર્ક અને નિર્વિચાર એવી ચાર સમાપત્તિઓ વર્ણવાયેલી છે, તે બૌદ્ધ ગ્રંથમાં સંતાપત્તિ, સકદાગામી, અનાગામી, અહંતુ એ નામે ચાર ઉલ્કાન્તિગામી ભૂમિકાઓ અને સવિતર્કવિચારપ્રીતિસુખ એકાગ્રતા આદિ ચાર ધ્યાને આવે છે.૧ જિન પરંપરામાં મિથ્યાષ્ટિ આદિ ગુણ સ્થાનને નામે ચૌદ ઉલ્કાતિગામી ભૂમિકાઓનું તેમજ પૃથકત્વવિતર્કસવિચાર, એકત્વવિતર્કનિર્વિચાર આદિ ચાર ધ્યાનેનું વર્ણન છે. વળી યોગવાસિષ્ઠમાં અજ્ઞાનની સાત અને જ્ઞાનની સાત એમ ચૌદ ઉત્કાતિગામી ભૂમિકાઓનું વર્ણન છે. આ બધું વર્ણન તત્વત: સમાન અનુભવમાંથી જ આવેલું અને વિકસેલું છે. નવા નવા સાધકો અને વ્યાખ્યાકારોએ એને પિતપોતાની રુચિ અને શક્તિ તેમજ શ્રોતાઓને અધિકાર જોઈ એક જ અનુભવને ક્યારેક સંક્ષેપથી તે ક્યારેક વિસ્તારથી, ક્યારેક પ્રાચીન ભાષામાં તો ક્યારેક નવીન ભાષામાં વર્ણવ્યા છે. તેથી જ આપણે જોઈએ ૧. જુઓ “ભૂમિકા અને ધ્યાન’નું પરિશિષ્ટ ૫ ૨. એજન. ૩. જુઓ તસ્વાર્થ ૯, ૪ થી આગળ. ગુજરાતી વિવેચન પા. ૩૮૦. ૪. જુઓ પરિશિષ્ટ ૫.