________________
શબ્દને નિર્દેશ મળે છે, એટલું જ નહિ, પણ તપ અને સૂચવતે “શ્રમ્' ધાતુને તપના સંદર્ભમાં જ પ્રયોગ થયેલો શતપથ જેવા બ્રાહ્મણ ગ્રંથોમાં જોવામાં આવે છે. આરણ્યક અને ઉપનિષદોમાં તે સ્થૂળ યજ્ઞનું વલણ ઘટવાની સાથે જ જ્ઞાન અને તપનું વલણ વધારે વિકસતું દેખાય છે. આમ એક બાજુ તપમાર્ગને વિકાસ અને વિસ્તાર યજ્ઞમાર્ગથી સ્વતંત્ર થતો આવ્યો છે, તે બીજી બાજુ યજ્ઞમાર્ગ સાથે પણ એને વિકાસ અને વિસ્તાર થતો જ રહ્યો છે.
તપનું પ્રાથમિક અને સ્થૂળ રૂપ દેહદમનના વિવિધ પ્રકારમાં છે. જેમ જેમ આધ્યાત્મિક શુદ્ધિમાં દેહદમનની ઉપયોગિતાને ખ્યાલ બદલાતો ગયો તેમ તેમ એ દેહદમનની વિરુદ્ધ પ્રતિક્રિયા પણ શરૂ થઈ. તેને લીધે એક બાજુથી દેહદમનનું વલણ ઓછું થઈ માનસિક યા અન્તસ્તપનું વલણ વધ્યું, તે બીજી બાજુથી દેહદમનનું વલણ
૧. પતÈ પરમં તt | ચયાદિતતવ્યને પામે દૃગ ઢોવં ગતિ.... શતપથબ્રાહ્મણ ૧૪, ૮, ૧૧ અને તૈત્તિરીય બ્રાહ્મણ ૨, ૨, ૯, ૧.
२. प्रजापतिर्ह वा इदमग्र एक एवास । स ऐक्षत कथं नु વજ્ઞાતિ તો સ્ત્રાવ તપોત્તથત.. I-શતપથ ૨, ૨, ૪, ૧ તથા શતપથ ૯, ૫, ૧, ૨.
૩. તવા ત્રહ્મ વિવિજ્ઞાણવા તો વ્રતિ સ તોડતગત –તૈત્તિરીય ઉપ. ૩, ૨.
વધુ ઉલ્લેખો માટે જુઓ તૈત્તિરીય ઉપ. ૧, ૯; મુંડક ૧, ૨, ૧૧ અને ૧, ૧, ૮-૯; *વેતાશ્વતર ૧, ૧૫.
न चक्षुषा गृह्यते नापि वाचा नान्यैर्देवैस्तपसा कर्मणा वा । ज्ञानप्रसादेन विशुद्धसत्त्वस्ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः ॥
-મુંડક ૩, ૫, ૮. વધુ ઉલ્લેખે માટે જુઓ છાગ્ય ૩,૧૭,૪ અને બૃહદારણ્યક છે, ૨, ૬, ૭, ૮, ૧૦.