________________
શ્યકનિર્યુક્તિ અને તેનાં ભાષ્ય આદિ ગ્રંથમાં તેમજ તેમના કાંઈક ઉત્તરકાલીન જિનસેનપ્રણત આદિપુરાણ જેવા ગ્રંથમાં ઋષભદેવને હાથે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ત્રણ વર્ણની સ્થાપના અને તેને અનુરૂપ પ્રવૃત્તિઓનું વર્ણન મળે છે. સાથે જ ભરત દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપના અને તેને યોગ્ય કર્તવ્યોનું વર્ણન પણ મળે છે. એટલું જ નહિ, પણ આ. જિનસેને તે વર્ણવિભાગ ઉપરાંત આશ્રમાનુસારી સંસ્કારનું પણ વર્ણન કર્યું છે. આ. હરિભદ્ર પિતે પણ જયારે આવશ્યકનિયુક્તિ અને ભાષ્યની વ્યાખ્યા કરી ત્યારે એ નિયુક્તિ અને ભાગમાં આવેલ વર્ણ ધર્મ અને આશ્રમસંસ્કારનું વર્ણન કર્યું છે. પરંતુ આ બધું વર્ણન એકંદરે ચાર વર્ણ અને ચાર આશ્રમને લગતા વૈદિક સ્મૃતિગ્રંથોના અનુકરણરૂપે થયેલું છે તેથી જ સ્મૃતિગ્રંથોમાં જે ચાર વર્ણોને વિભાગ અને તેનાં કર્તવ્યો બ્રહ્મા દ્વારા સ્થાપિત થયેલાં વર્ણવાયાં છે તે જ વર્ષે અને તેનાં કર્તવ્યો ભગવાન ઋષભદેવ તેમજ તેમના પુત્ર દ્વારા સ્થાપિત થયેલ વર્ણવાયાં છે. સ્મૃતિગ્રંથમાં જે સ્થાન બ્રહ્માનું હતું તે સ્થાન જૈન ગ્રંથમાં ઋષભદેવ અને ભરત લે છે એટલું જ. વધારામાં જૈન આચાર્યો પિતાના જુદા વેદો હોવાનું વર્ણવે છે અને તે મુળ જૈન વેદો પાછળથી અનાર્ય થયા એમ પણ કહે છે. આ. જિનસેન તો સ્માર્ત વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાનું જેનીકરણ કરતાં ઋષભદેવને હાથે સ્પૃશ્ય અને અસ્પૃશ્ય એવા બે શૂદ્ર વર્ણ પણ સ્થપાવે છે, અને પ્રસિદ્ધ વેદને અક્ષર
૧. ગા. ૩૬૧ થી, પા. ૧૫૬. (આગમાદય-સમિતિ-પ્રકાશન)..
૨. આદિપુરાણ ભાગ ૧, પર્વ ૧૬, લેક ૧૪૨ થી (ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત).
૩. આદિપુરાણ ભાગ ૨, પર્વ ૩૫ તથા ૩૯ થી ૪ર. ૪. આદિપુરાણ ભાગ ૧, પર્વ ૧૬ શ્લેક ૧૮૫-૮૬.