________________
२१
છે તે આ. હરિભદ્ર પહેલાંના કે પછીના કોઈ પણ જૈન કે જૈનતર વિદ્વાને કરેલી દાનિક સમીક્ષામાં ભાગ્યેજ દેખાય છે.૧ અનેકાંતજયપતાકામાં જે એકાંતવાદેને તેમણે શાક્તિ તરીકે એળખાવેલ તે જ વાઢેાના પ્રસિદ્ધ પુરસ્કર્તા કપિલ, બુદ્ધ, પતજલિ જેવા અનેક આચાર્યંને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં દિવ્ય, મહાત્મા, મહામુનિ જેવાં વિશેષણાથી પ્રશ'સીને કહ્યું છે કે આવા ઋષિએ ઞા ન નિરૂપે. આમ કહી તેમણે કપિલ, બુદ્ધ જેવા પ્રવતાનાં તે તે મંતવ્યાનું હાર્દ પેાતાના સિદ્ધાંત સાથે અવિસંવાદી બને એ રીતે તારવવા પ્રયત્ન કર્યાં છે.
બૌદ્ધ વિદ્વાન ધમકીર્તિ અને શાંતરક્ષિતે પણ વિરોધી વાદાની સમીક્ષા તેા કરી છે, પરંતુ તેમણે એકેય સમીક્ષામાં ખૌદ્ધ કે બૌદ્ધતર વાદેનેા આ. હરિભદ્રની પેઠે સમન્વય કર્યાં નથી. શાંતરક્ષિત ‘તત્ત્વસંગ્રહ’માં સાંખ્યસંમત પ્રકૃતિવાદની અને ફૂટસ્થનિત્યવાદની પરીક્ષા કરે છે, પરંતુ તે માત્ર સાંખ્યમતના ખંડન પૂરતી છે, જ્યારે આ. હરિભદ્ર સાંખ્યમતની સમીક્ષાને અંતે પ્રકૃતિવાદનું જે રહસ્ય દર્શાવે છે તે જનસૌંમત કર્મ પ્રકૃતિવાદની યાદ આપવા સાથે દૂર ભૂતકાળમાં એ બન્ને વાદા પાછળ કાઈ સમાન ભૂમિકા હેાવાનું સૂચન કરે છે. તેઓ કહે છે કે
6
જેમ જૈન દૃષ્ટિએ ભૂતક અને અદ્ભૂત આત્માના સંબંધ ઘટે છે તેમ સાંખ્યસમત પ્રકૃતિવાદ પણ સત્ય સમજવે, કારણ કે
તે કપિલે નિરૂપ્યા છે અને કપિલ તેા દિવ્ય મહામુનિ છે.’૨
૨.
૧. ઉદયનાચાર્ય' ‘કુસુમાંજલિ’ના પ્રારંભમાં ઇશ્વરાપાસના વિશે લખતાં જુદા જુદા પક્ષોનાં વલણાના સમન્વય કર્યો છે તે નેધપાત્ર છે. मूर्त्तयाऽप्यात्मनो योगो, घटेन नभसो यथा । उपघातादिभावश्च, ज्ञानस्येव सुरादिना ॥ एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि । પિજોવતથૈવ, વિજ્યો હિસ મન્હામુનિ: || —શાસ્રવાર્તાસમુચ્ચય, લેાક ૨૩૬ ૩૭.