________________
१०
શ્રી હરિભદ્રના જીવનવ્રુત્ત માટે ઉપર આપેલ આધાર ગ્રંથામાં ભદ્રેશ્વરસૂરિના ‘ કહાવતી ’ ( પ્રાકૃત ) ગ્રંથને લીધેા નથી. શ્રી જિનવિજયજીના લેખને આધારે યાકાખીએ એના નિર્દેશમાત્ર કર્યાં છે.૧ આ ગ્રંથ અમુદ્રિત છે અને એની એક જ તાડપત્રીય પ્રતિ પાટણના ગ્રંથભંડારમાં છે. આમાં શ્રી હરિભદ્રસૂરિના પ્રખ"ધ સૌથી છેલ્લા છે. એટલું જ નહિ, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુના સંબંધમાં ‘ સંપય... દેવàાય’ ગએ ’ અર્થાત્ ‘ હમણાં જ દેવલેાક પામ્યા ’ એવા શબ્દે વપરાયેલ છે. આ ઉપરથી ડૉ. ઉમાકાંત શાહ કહાવલીને પ્રાચીન માને છે.૨ શ્રી કલ્યાણવિજયજીએ પ્રભાવક ચરિતની પેાતાની ગુજરાતી પ્રસ્તાવનામાં કહાવલીમાં ઉપલબ્ધ થતી વિગતાના સૌથી પ્રથમ ઉપયાગ કર્યાં છે. તે પણ એને અન્ય આધારગ્રંથા કરતાં પ્રાચીન તેમજ વધુ પ્રામા ણિક માને છે. શ્રી જિનવિજયજી તેમજ શ્રી પુણ્યવિજયજી સાથે પરામર્શ કરતાં માલૂમ પડયું કે તેએ પણ એવા જ મત ધરાવે છે. આથી એ ગ્રંથમાં ઉપલબ્ધ થતી વિગતાની ખાસ નોંધ લેવી ઘટે.
કહાવલીમાં શ્રી હરિભદ્રના જન્મસ્થાન તરીકે ચિત્તાડના નિર્દેશ નથી, પશુ તે ‘પિવ ગુઈ ખંભપુણી’ના રહેવાસી હતા અને ‘જેનું ખેાલેલું ન સમજુ તેના શિષ્ય થા” એ પ્રતિજ્ઞા સાથે ફરતા
૧. એજત પા. ૬.
"
"
૨. જએ · જૈન સત્યપ્રકાશ ઃ વર્ષ ૧૭, અ’ક ૪, પા. ૮૯-૯૦. ૩. પા. ૫૦ થી આગળ. તે પછી શ્રી હીરાલાલ કાપડિયાએ અનેકાંતજયપતાકા'ની પેાતાની અંગ્રેજી પ્રસ્તાવના ( ભાગ ૧. પા. ૨૧ )માં તેમજ શ્રી કૈલાસ'દ્ર શાસ્ત્રીએ ન્યાયમુચ'દ્રની પ્રસ્તાવના ( ભાગ. ૧. પા. ૩૨-૩૩)માં કહાવલીની અમુક વિગતને વશ ક્યાં છે. ૪. શ્રી કલ્યાણવિજયજી ‘પિવ’ગુઈ નામની કાઈ બ્રહ્મપુરી' એમ કલ્પના કરે છે. જુએ પ્રભાવકચરિત (ગુજરાતી)ની પ્રસ્તાવના પા. ૫૦.