________________
ગણધરસાર્ધશતકની વૃત્તિમાં કહ્યું છે કે આ. હરિભદ્ર જાતે બ્રાહ્મણ હતા અને પ્રભાવક ચરિતમાં પણ તેઓ રાજા જિતારિના પુરેહિત હતા એ નિર્દેશ છે. જો કે મૂળ ગણધરસાર્ધશતકમાં અને ઉપદેશપદની મુનિચંદ્રકૃત ટીકામાં આ બાબતને ઉલ્લેખ નથી, છતાં એ અસત્ય નથી એમ ચાકેબી માને છે, કેમકે આ. હરિભદ્રનું જનધર્મનું ઊંડું જ્ઞાન બાજુએ મૂકીએ તે પણ એમનું અન્યાખ્યા વિષયોનું જ્ઞાન એવા પ્રકારનું છે કે જે બ્રાહ્મણને જ કમપ્રાપ્ત હોય. વળી તેમની ધર્મ પરિવર્તનને લગતી મુખ્ય હકીકત જે સૌથી જૂના ઉલ્લેખમાં (મુનિચંદ્ર કૃત ટીકામાં મળે છે તે પણ એ જ વસ્તુ સૂચવે છે.'
ડે. યાકોબી જણાવે છે કે “યાકિની સાધ્વીને પિતાની ધમમાતા તરીકે સ્વીકારીને હરિભદ્ર પિતાનું સાચા ધર્મમાં પરિવર્તન તેણીને આભારી માને છે. આ તેમને બીજે જન્મ કહી શકાય. આ પરિવર્તન કઈ રીતે થયું તે વિશેની કિંવદન્તી પ્રભાવચરિતમાં આ રીતે છે :
હરિભદ્ર ચિત્રકૂટમાં રાજા જિતારિના પુરોહિત હતા. તેઓએ વિદ્વત્તાના અભિમાનથી પ્રતિજ્ઞા લીધેલી કે “જેનું કહેલું ન સમજું તેને હું શિષ્ય થાઉં.” એક વાર છૂટા પડેલ એક ઉન્મત્ત હાથીથી બચવા તેઓએ જૈન મંદિરને આશ્રય લીધે. ત્યાં તીર્થંકરની પ્રતિમાને જોઈ તેને તેઓએ ઉપહાસ કર્યો. બીજે દિવસે ઘેર જતાં રસ્તામાં મધરાતે તેઓએ એક વૃદ્ધ સાધ્વીને એક ગાથા ઉચ્ચારતી સાંભળી, જેનો અર્થ તે ન સમજી શક્યા. તેની
૧. જુઓ યાકોબીની સમરાઇચ્ચિકહાની અંગ્રેજી પ્રસ્તાવના પા. ૮ અગર તેને ગુજરાતી અનુવાદ પા. ૨૮૭-૮૮. ૨. એજન, અંગ્રેજી પા. ૮ અને ગુજરાતી પા. ૨૮૭-૮૮. २. चक्किद्धगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसवचकी केसव दुचक्की केसी य चक्की य॥
–-આવશ્યકનિયુક્તિ ગા. ૪૨૧.