________________
પરિશિષ્ટ ૫
૧૩૧
બૌદ્ધ પરંપરા આના મુખ્ય બે ભાગ છે: સ્થવિરવાદ અને મહાયાન. - વિરવાદ પ્રમાણે આધ્યાત્મિક વિકાસની છ ભૂમિકાઓ કરવામાં આવી છે: ૧. અધપુષુજજન, ૨. કલ્યાણપુથુજજન, ૩. સતાપન્ન, ૪. સકદાગામી, ૫. અનાગામી થા ઓપપાતિક, ૬. અરહા. કાંઈક આત્માવલોકન કરીશ, એવી વૈરાગ્યપૂર્વક જે ઇચ્છા તે શુભેચ્છા. ૨) શાસ્ત્ર અને સજજનના સંસર્ગપૂર્વક વૈરાગ્યાભ્યાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે વિચારણા. (૩) શુભેચ્છા અને વિચારણાને લીધે જે ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ ઘટે છે તે તનમાનસા કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પવિકલ્પ ઓછી થાય છે. (૪) ત્રણ ભૂમિકાઓના અભ્યાસથી ચિત્ત સુધ્ધાંમાં પણ વિરતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આત્મામાં જે રિથતિ થવા પામે છે તે સત્ત્વપત્તિ. (૫) પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસંગરૂપ પરિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિરતિશય આત્માનંદને ચમત્કાર પુષ્ટ થયેલ હોય છે તે અસંસક્તિ ભૂમિકા (૬) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આત્યંતર બધા પદાર્થોની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઈને ચાલે છે તે પદાર્થભાવની ભૂમિકા. (૭) છ ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવનું જ્ઞાન બિલકુલ શમી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે તુર્થગા. આ સાતમી તુર્યગાવસ્થા જીવન્મુતમાં હોય છે. વિદેહમુક્તિનો વિષય ત્યારબાદની તુર્યાતીત અવસ્થા છે. જુઓ યોગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ, સ. ૧૧૮ તથા નિર્વાણપ્રકરણ સ. ૧૨૦ અને પુરાતત્ત્વ પા. ૨૦૩.
૧. (૧-૨) પુથુજજન એટલે સામાન્ય મનુષ્ય. તેના અધપુથજજન અને કલ્યાણપુથુજજન એવા બે ભેદ છે. યથા–
दुवे पुथुज्जना वुत्ता बुद्धनादिच्चबंधुना । अंधो पुथुज्जनो एको कल्याणेको पुथुज्जनो ॥
–મઝિમનિકાય, મૂળ પરિયામસુત્તવણભુના આ બંનેમાં સંયોજના (બંધન) તો દશેય હોય છે, છતાં અંતર હોય