________________
અનુવાદ થઈ તે ટિબેટમાં સચવાઈ રહ્યો, જ્યારે બીજી બાજુ મૂળ સંસ્કૃત ગ્રંથ ભારતમાં, ખાસ કરી જૈન ભંડારમાં જ, સચવાઈ રહ્યો.
ટિબેટન અનુવાદમાં કુલ ૧૧૦ પદ્ય છે. તેમાંનું છેલ્લું પદ્ય ઉપસંહારરૂપે હાઈ, સામાન્ય રીતે બૌદ્ધ ગ્રંથમાં મળી આવે છે તે રીતે, ગ્રંથકાર તેમાં પિતાની કૃતિના પુણ્યના બદલામાં સૌનું આરોગ્ય ઇરછે છે.
પાટણથી પ્રાપ્ત સંસ્કૃત વૈધક ગ્રંથનું ૧૧૦મું પધ જોયું તો તે ટિબેટન પધથી જુદું પડે છે. વળી ટિબેટન કરતાં મૂળ સંસ્કૃતમાં ૧૪ પધો તે વધારે છે જ. અમે શરૂઆતનાં બે પધો જ અત્યારે મેળવી શક્યા છીએ, એટલે આખા ગ્રંથ પરત્વે સરખામણી કરવાનું કામ અત્યારે શક્ય નથી.'
ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથ યોગશતકના કર્તા આચાર્ય શ્રી હરિભદ્ર છે. હરિભદ્ર નામના અનેક આચાર્યો જૈન પરંપરામાં થઈ ગયા છે. તે બધામાં જે યાકિનીમહત્તરાસૂનુ તરીકે પ્રસિદ્ધ છે અને સમયની દૃષ્ટિએ જે સૌથી પહેલાં મનાય છે તે જ અહીં પ્રસ્તુત છે.
હરિભદ્રને સત્તાસમય પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે વિ. સં. પ૩૦ થી ૫૮૫ ગણાતો. ડો. યાકેબીએ ઉપમિતિભવ
પ્રપંચા કથાની પ્રસ્તાવનામાં વિક્રમને નવમેસત્તાસમય દશમે સેંકે સ્વીકારેલો. શ્રી કલ્યાણવિજય
જીએ પિતાની ધર્મસંગ્રહણની સંસ્કૃત પ્રસ્તાવનામાં એને નિરાસ કરી વિક્રમને છઠ્ઠો સંકે સ્થાપવા
૧. અનેક હરિભકની માહિતી માટે જુઓ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પા. ૮૮૨.
૨. એજન પા.૧૫૫.